ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

વાઘ અને દારૂડિયાનો વીડિયો વાયરલ: દારૂડિયાને ઘેર મૂકવા આવ્યો વાઘ, નીચે મૂક્યો તો બે ઘૂંટ વધુ માર્યા! | જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર વાઘ સાથે જોડાયેલો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં દેખાય છે કે એક વ્યક્તિ દારૂના નશામાં ધૂત થઈને રસ્તા પર બેભાન અવસ્થામાં પડેલો છે, ત્યારે અચાનક એક ખુંખાર વાઘ તેની નજીક આવે છે.

વાઘે શરાબીને મોંમાં દબાવી ઘેર મૂક્યો

આ આશ્ચર્યજનક નજારો જોઈને કોઈ ફિલ્મનો સીન હોય તેવું લાગે છે. વીડિયોમાં દેખાય છે કે વાઘ ધીમે ધીમે તે નશામાં ધૂત વ્યક્તિને પોતાના મોંમાં હળવાશથી દબાવીને ઉપાડે છે અને તેના ઘરના દરવાજાની સામે લાવીને મૂકી દે છે. આખું દ્રશ્ય એટલું અસામાન્ય છે કે પહેલી નજરે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે.

જ્યારે વાઘ શખ્સને દરવાજાની સામે મૂકે છે, ત્યારે પણ તે વ્યક્તિના હોશ ઠેકાણે આવતા નથી. આશ્ચર્યની વાત તો એ છે કે નીચે પડ્યા બાદ પણ તે શખ્સ બોટલમાંથી દારૂના બે ઘૂંટ વધુ મારે છે. વાઘ થોડીવાર સુધી તેને જોતો રહે છે. જ્યારે તે શરાબી અચાનક પોતાનો હાથ હલાવે છે, ત્યારે વાઘ ડરીને ત્યાંથી ભાગી જાય છે. એ જ સમયે, શરાબી વ્યક્તિ લથડિયાં ખાતા-ખાતા પોતાના ઘરની અંદર ઘૂસી જાય છે. આ વિચિત્ર દ્રશ્ય જોઈને લોકોના શ્વાસ થંભી ગયા છે.

વીડિયો AI થી બનાવ્યો હોવાની શંકા

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોનું મનોરંજન તો ખૂબ કરી રહ્યો છે, પરંતુ સાથે જ તેની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

મોટાભાગના યુઝર્સનું માનવું છે કે આ વીડિયો અસલી નથી, પરંતુ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે. કારણ કે વાસ્તવિક જીવનમાં આવો સીન લગભગ અશક્ય છે. વાઘનું આટલી હળવાશથી અને શાંતિથી શિકારને ઘેર મૂકી જવું એ કોઈ કલ્પનાથી ઓછું નથી. આ વીડિયો @DineshRedBull નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button