Video : વડોદરામાં પણ તથ્યકાંડ, નશામાં ધૂત કાર ચાલકે દશેક લોકોને ઠોકરે લીધા, એક મહિલાનું મૃત્યુ

વડોદરા, 14 માર્ચ : વડોદરામાંથી હોળીના દિવસે એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં અમદાવાદમાં બનેલી તથ્યકાંડ જેવી ઘટના સામે આવી છે. જેમાં એક નશામાં ધૂત કાર ચાલકે રસ્તા પર ચાલતા લોકોને ટક્કર મારી હતી. જેમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યાં એક મહિલાનું મોત થયું હતું.
होली पर वडोदरा में एक नशे में धुत कार चालक ने महिला समेत 5 लोगों को कुचल दिया। इसमें महिला की मौत हो गई। फिलहाल पुलिस आरोपी छात्र को अरेस्ट कर लिया है। pic.twitter.com/pg4zLRo67M
— Rakesh Choudhary (@rakeshc1994) March 14, 2025
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન કારની ઝડપ 100 કિમી પ્રતિ કલાકથી વધુ હતી. આ ઘટના વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બની હતી. અકસ્માતનો વીડિયો આમ્રપાલી કોમ્પ્લેક્સના સીસીટીવીમાં રેકોર્ડ થયો હતો. પોલીસે આ કેસમાં કાર ચાલકની ધરપકડ કરી છે. હાલ પોલીસ તેના અન્ય સાથીદારને શોધી રહી છે.
આરોપી વિદ્યાર્થી બનારસનો રહેવાસી
મળતી માહિતી મુજબ, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એક ઓવર સ્પીડ કારે દશેક લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી 1 મહિલાનું મોત થયું હતું. આરોપી યુવકનું નામ રક્ષિત રવીશ ચૌરસિયા છે જે યુપીના બનારસનો રહેવાસી છે. વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટી, વડોદરામાં કાયદાનો અભ્યાસ કરે છે.
પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે કારમાં બે લોકો હતા. કાર પોલીસ કસ્ટડીમાં રહેલા રક્ષિત રવીશ ચૌરસિયા ચલાવી રહ્યો હતો, જ્યારે અન્ય એક પ્રાંશુ ચૌહાણ હતો જે અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે કાર પ્રાંશુ ચૌહાણના પિતાના નામે રજીસ્ટર છે.
#WATCH | Gujarat: On Vadodara accident, DCP Panna Momaya says, “… A car was moving from Sangam to Muktananad crossroad. It met with an accident while overspeeding. The police reached the spot and arrested one accused, Rakshit Ravish Chaurasia… Search to arrest the other… https://t.co/wR05gwBPuZ pic.twitter.com/hxRE39CGY1
— ANI (@ANI) March 14, 2025
View this post on Instagram
લોકોએ ચાલક આરોપીને માર માર્યો
પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે અકસ્માત બાદ નશામાં ધૂત રક્ષિત બહાર આવ્યો અને જોર જોરથી સેકન્ડ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડની બૂમો પાડવા લાગ્યો હતો. આ દરમિયાન તેણે નિકિતા નામની યુવતીનું નામ પણ લીધું હતું. આ પછી ગુસ્સે ભરાયેલા લોકોએ કાયદાના વિદ્યાર્થીને માર માર્યો હતો.
ઘટના બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને શહેર ભાજપ પ્રમુખ અને સાંસદ મયંક નાયક પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ પોલીસ રવિશના સહયોગી અને કાર માલિકને શોધવામાં વ્યસ્ત છે, જ્યારે ભાજપે આ દુ:ખદ ઘટનાને લઈને આજના રંગોત્સવનો કાર્યક્રમ રદ્દ કરી દીધો છે.
આ પણ વાંચો :- IPL 2025 : વધુ એક ગુજ્જુ ખેલાડી આઈપીએલમાં ટીમનું કરશે નેતૃત્વ, જાણો કોણ છે












