અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

VIDEO: કોર્ટની સુનાવણી દરમિયાન કેસના એક સાક્ષીએ ટોઈલેટમાં બેઠા બેઠા કાર્યવાહીમાં ભાગ લીધો

અમદાવાદ, 27 જૂન, 2025: Gujarat High court કેટલાક અણઘડ લોકો કોર્ટની સુનાવણીને પણ ગંભીરતાથી નથી લેતા. આ અંગેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે, ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ છે અને કેસનો એક પક્ષકાર ટોઈલેટમાં કુદરતી હાજત કરતાં કરતાં કાર્યવાહીમાં ભાગ લઈ રહ્યો છે. man sitting on the toilet during a court hearing

ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ નિર્ઝર એસ. દેસાઈની કોર્ટમાં સુનાવણી ચાલુ હતે તે દરમિયાન આ બનાવ LIVE બની રહ્યો હતો.

કેસનો પક્ષકાર સર્મદ બૅટરી નામે લોગઈન થયો હતો. વીડિયોમાં દેખાય છે કે શરૂઆતમાં તે બ્લુટુથ લગાવીને દલીલોમાં ભાગ લઈ રહ્યો હતો અને તેણે ફોન થોડો દૂર રાખ્યો અને ટોઈલેટનો ફ્લશ ચાલુ કર્યો. પછી તેણે હાથ ધોયા, પેન્ટ પહેર્યું અને ત્યારબાદ લિવિંગ રૂમમાં આવ્યો હતો.

બાર એન્ડ બેન્ચ નામના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર મૂકાયેલા આ સમગ્ર વીડિયો જારી થયો છે. મળતા અહેવાલ મુજબ, એક FIR રદ કરાવવાની માગણી સાથે કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં તે પ્રતિવાદીઓ પૈકી એક છે.

આ વીડિયો વાયરલ થયા બાદ અનેક સોશિયલ મીડિયા યુઝરે તેના ઉપર ગુસ્સો કાઢ્યો છે. એક યુઝરે કહ્યું, આ તો ઠીક છે, પણ માની લો કે એ વ્યક્તિને કબજિયાતની સમસ્યા હોત તો કેટલો સમય આ રીતે ટોઈલેટમાં બેસીને સુનાવણીમાં ભાગ લેત! બીજા એક વ્યક્તિએ લખ્યું કે, કોર્ટની કાર્યવાહી હવે ઑનલાઈન ના રાખવી જોઈએ, એ પ્રથા બંધ કરવી જોઈએ. ત્રીજી એક વ્યક્તિએ ટિપ્પણી કરી કે, કોર્ટરૂમમાંથી વૉશરૂમ. આ તો કાયદાની પ્રક્રિયાને શરમમાં નાખવા જેવી ઘટના છે.

ઉપરાંત અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, આ ખરેખર દુઃખદ બાબત છે. આ વ્યક્તિને સજા રૂપે સામાજિક સેવા કરવી જોઈએ. તો વળી અન્ય એક જણાએ તો આ બાબતને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે, શું કાયદાની સ્થિતિ સામે વિરોધ કરવા માટે આ વ્યક્તિએ ટોઈલેટમાંથી સુનાવણીમાં ભાગ લીધો?

આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈ સુધી આસારામના હંગામી જામીનની તારીખ લંબાવી

આ પણ વાંચોઃ રાજ્યમાં આગવી કોઠાસૂઝથી કૃષિક્ષેત્રે સિદ્ધિ આગવું પ્રદાન કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરાશે, જાણો વિગત

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button