કૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્યમાં આગવી કોઠાસૂઝથી કૃષિક્ષેત્રે સિદ્ધિ આગવું પ્રદાન કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરાશે, જાણો વિગત

  • ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર પેટે રૂપિયા એક લાખ સુધીના રોકડ પુરસ્કાર અપાશે

ગાંધીનગર, તા. 27 જૂન, 2025: રાજયમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડુતો કે જેઓ પોતાની આગવી કોઠા સુઝથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં તેમજ નવીન તકનીકો રજુ કરવા માટે કાર્ય કરે છે. આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત રૂ. એક  લાખ સુધીના રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે.

આગવી કોઠાસૂઝથી કૃષિક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રદાન કરેલ ખેડૂતોએ આ યોજના નો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ ખેતી નિયામકની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના વિષે વધુ જાણકારી મેળવવા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકાય છે.

ગુજરાતમાં આ વર્ષે જૂન માસમાં જ વાવણીલાયક વરસાદ વરસી જતાં અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસથી ભારે વરસાદનો વિરામ રહેતા ચોમાસુ વાવણીએ જોર પકડ્યું છે. ગત એક સપ્તાહમાં રાજ્યમાં આશરે ૧૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જેમાં સૌરાષ્ટ્રનો સિંહફાળો છે, જ્યાં ૧૩.૪૨ લાખ હેક્ટરમાં બીજ રોપી દેવાયા છે.

ખાસ કરીને મગફળી અને કપાસના વાવેતરમાં ખેડૂતોએ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો છે. કૃષિ વિભાગના અહેવાલ મુજબ, તા. ૧૬ જૂન સુધીના સપ્તાહમાં ૩.૪૧ લાખ હેક્ટરમાં (૪%) વાવેતર થયું હતું. જોકે, ૧૬ જૂનથી વ્યાપક ધોધમાર વરસાદ અને સૌરાષ્ટ્રમાં હાલ એકંદરે ઉઘાડના પગલે ૨૩ જૂન સુધીના સપ્તાહમાં વાવેતરનો આંકડો ૧૮.૩૦ લાખ હેક્ટર (૨૧%) સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વાવણી પૂરબહારમાં: ૧૮.૩૦ લાખ હેક્ટરમાં બીજ રોપાયા

Back to top button