VIDEO: વારાણસીમાં ગંગા ઘાટ પર જાપાની પર્યટકો સાથે શરમજનક હરકત, ખોટો આરોપ લગાવી સ્થાનિકોએ માફી મગાવી

વારાણસી, 29 ડિસેમ્બર 2025: ધર્મનગરી કાશીના ઘાટમાંથી માનવતા અને અતિથિ દેવો ભવની પરંપરાને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં ગંગા સ્નાન કરવા આવેલા જાપાની પર્યટકોની એક ટીમ સાથે સ્થાનિક લોકોએ અભદ્રતા તો કરી, સાથે જ તેમને અપમાનિત કરી ઘાટમાંથી બહાર નીકળવા માટે મજબૂર કર્યા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હડકંપ મચી ગયો છે.
પેશાબને લઈને ફેલાયેલી હતી અફવા
જાપાની પર્યટકોનું એક ગ્રુપ ગંગામાં સ્નાન કરી રહ્યું હતું. આ દરમ્યાન ઘાટ પર હાજર અમુક સ્થાનિક યુવકો વચ્ચે અફવા ફેલાઈ કે એક પર્યટકે ગંગા જળમાં પેશાબ કર્યો છે. આ વાતને લઈને ત્યાં હાજર ભીડ ઉગ્ર થઈ ગઈ અને પર્યટકોને ઘેરી લીધા. જાપાની પર્યટકો ભીડના ગુસ્સાને જોઈ ડરી ગયા. તેઓ વારંવાર હાથ જોડી અને કાન પકડી માફી માગી રહ્યા હતા. પર્યટકોએ પોતાની ભાષામાં ઈશારો કરી સમજાવવાની ઘણી કોશિશ કરી કે તેમનો ઈરાદો ખોટો નહોતો.
Viral Video Shows Japanese Tourists Harassed at Varanasi Ghat
A video going viral on social media shows Japanese tourists being harassed and chased away from Dashashwamedh Ghat in Varanasi.
The crowd allegedly heckled them over an unverified claim that they had urinated in the… pic.twitter.com/GVS6gDyLUc
— Kumaon Jagran (@KumaonJagran) December 28, 2025
વીડિયો વાયરલ થતા એક્ટિવ થઈ પોલીસ
પણ ભીડ તેમના પર ચીસો પાડતી રહી અને તેમને તરત ગંગામાંથી બહાર કાઢવા કહ્યું. ડરેલા વિદેશી મહેમાન સ્નાન કર્યા વિના જ પાછા ફર્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વારાણસી પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ અને વીડિયોની પડતાલ કરી રહી છે, જેથી વિદેશી મહેમાનો સાથે આવું વર્તન કરનારા લોકોની ઓળખ કરી શકાય.
સ્થાનિક લોકોએ શું કહ્યું
સ્થાનિક લોકોનું કહેવું છે કે જાપાની પર્યટકો આમ તો ખૂબ જ અનુશાસિત હોય છે. આવા સમયે ખાલી શંકાના આધાર પર તેમની સાથે આવો વ્યવહાર કરવો કાશીની છબિ ખરાબ કરવા જેવું છે. વારાણસીને ગ્લોબલ ટૂરિઝ્મ હબ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે, પણ આવી ઘટનાઓ વિદેશી પર્યટકોના મનમાં ડર ઊભો કરે છે. સ્થાનિક ગાઈડો અને બુદ્ધિજીવીઓએ આ ઘટનાની આકરી નિંદા કરી છે અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ વિદેશી મહેમાનો સાથે આવી હરકત ન થાય.
આ પણ વાંચો: VIDEO: સુરતમાં મર્સિડિઝને 360 ડિગ્રી ફેરવી સ્ટંટ કરનારા નબીરાની પોલીસે બરાબરની સર્વિસ કરી












