ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવિશેષ

આ અભિનેત્રીએ PM મોદીને લગ્ન માટે આપ્યું આમંત્રણ, તસવીરો થઈ વાયરલ

  • સાઉથ એક્ટ્રેસ વરલક્ષ્મી સરથકુમારે પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી
  • રિપોર્ટ અનુસાર વરલક્ષ્મી સરથકુમાર 2 જુલાઈએ થાઈલેન્ડમાં નિકોલાઈ સચદેવ સાથે લગ્ન કરશે

દિલ્હી, 29 જૂન: દક્ષિણ અભિનેત્રી વરલક્ષ્મી સરથકુમાર અને તેના મંગેતર ગેલેરીસ્ટ નિકોલાઈ સચદેવા આજે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. અભિનેત્રીએ પીએમ મોદીને તેના લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. અભિનેત્રી સાથે પિતા સરથકુમાર અને બહેન રાધિકા સરથકુમાર પણ હાજર હતાં. પીએમ મોદી સાથે પોઝ આપતી વખતે વરલક્ષ્મીએ તેના X એકાઉન્ટમાંથી ઘણી તસવીરો શેર કરી છે. વરલક્ષ્મી અને નિકોલસના લગ્નમાં મોટી હસ્તીઓ હાજરી આપી શકે છે. આ પહેલા અભિનેત્રીએ પોતાના લગ્નમાં સામંથા રુથ પ્રભુ, રજનીકાંત, કમલ હાસન અને અનુપમ ખેરને પણ આમંત્રિત કર્યા છે.

પીએમ મોદી સાથે શેર કર્યો ફોટા

સાઉથ એક્ટ્રેસ વરલક્ષ્મી સરથકુમારે પીએમ મોદી સાથેની તેમની ખાસ મુલાકાતની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમના x હેન્ડલ પર પીએમ મોદી સાથેની તસવીરો શેર કરતા અભિનેત્રીએ લખ્યું, “આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું અને તેમને પ્રસંગમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવું એ એક સૌભાગ્યની વાત છે…આવું ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ તમારો આભાર.. તમારો વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તમારો કિમતી સમય અમારી સાથે વિતાવવો એ ખરેખર એક સન્માનની વાત છે સર… આભાર ડેડી (સરથકુમાર) આ કરવા બદલ…”

 

નિર્મલા સીતારમણને પણ આપ્યું આમંત્રણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત વરલક્ષ્મીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પણ તેમના લગ્નમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. ત્યાર બાદ સોશિયલ મીડિયા X પર તેમને સમય આપવા બદલ નાણાં મંત્રીનો અબિનેત્રીએ આભાર માન્યો હતો.

 

માર્ચમાં કરી હતી સગાઈ

દક્ષિણની અભિનેત્રી વરલક્ષ્મી સરથકુમાર, જે તેજા સજ્જા સાથે તાજેતરની રિલીઝ ‘હનુમાન’માં જોવા મળી હતી, તેણીએ મુંબઈમાં 1 માર્ચના રોજ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ અને ગેલેરીસ્ટ નિકોલાઈ સચદેવ સાથે સગાઈ કરી હતી. 14 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. વરલક્ષ્મીએ લગ્ન માટે ઘણા મોટા સ્ટાર્સને અંગત રીતે આમંત્રણ આપ્યું છે. અભિનેત્રીએ તેના લગ્ન માટે રજનીકાંત, કમલ હાસન, રવિ તેજા, દિગ્દર્શક પ્રશાંત વર્મા, બાલા, પ્રભુ, વામશી પેડિપલ્લી, થમન એસ, ગોપીચંદ માલિનેની, નયનથારા, વિગ્નેશ શિવન, કિચ્ચા સુદીપ અને સિદ્ધાર્થ સહિત ઘણા મોટા સેલેબ્સને આમંત્રણ આપ્યું છે.

આ પણ વાંચો: કલ્કિ 2898 ADની ખૂબ પ્રશંસા કરી રજનીકાંતે, જાણો શું કહ્યું?

Back to top button