ટ્રેન્ડિંગયુટિલીટી

વંદે ભારત ટ્રેનમાં સગા સંબંધીઓને મૂકવા ગયેલા 12 લોકો ફસાયા, ઓટોમેટિક દરવાજા બંધ થતા લાગ્યો ₹36,000 નો દંડ

Vande Bharat Fine :  વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને સામાન્ય ટ્રેન સમજવી 12 લોકોને ખૂબ મોંઘી પડી છે. બનારસથી નવી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં ફસાયેલા આ લોકોને કોઈ જ શેડ્યૂલ વગર ઇટાવા જંક્શન પર ટ્રેનને રોકાવીને નીચે ઉતારવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ભારેખમ દંડ વસૂલવામાં આવ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જ્યારે આરામદાયક અને કિફાયતી મુસાફરીની વાત આવે છે, ત્યારે સૌથી ઉપર ભારતીય રેલવેનું નામ આવે છે. હવે રેલવે મુસાફરો માટે વંદે ભારત એક્સપ્રેસ જેવી શાનદાર અને હાઈટેક ટ્રેનો ચલાવી રહી છે, જેમાં તમામ ઓટોમેટિક ફંક્શન મોજૂદ છે. આવી સ્થિતિમાં આ ટ્રેનને સામાન્ય ટ્રેનની જેમ ટ્રીટ કરવી ક્યારેક ભારે પડી શકે છે. તેનો એક રસપ્રદ કિસ્સો કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર જોવા મળ્યો, જ્યાં પોતાના સ્વજનોને વંદે ભારત ટ્રેનમાં છોડવા માટે ગયેલા 12 લોકોને 36,000 રૂપિયાનો દંડ ભરવો પડ્યો.

વંદે ભારત ટ્રેનમાં ફસાયા 12 લોકો

રિપોર્ટ અનુસાર, આ સમગ્ર મામલો રવિવારનો છે, જ્યારે કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર વારાણસી-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 22415 સવારે 9:26 વાગ્યે રવાના થવા માટે તૈયાર હતી. આ દરમિયાન કેટલાક લોકો પોતાના પરિવારજનોને આ ટ્રેનની અંદર મૂકવા માટે ચડ્યા હતા, પરંતુ 9:30 વાગ્યે ટ્રેન ઉપડી ગઈ અને તેઓ નીચે ઉતરે તે પહેલા જ ઓટોમેટિક દરવાજા બંધ થઈ ગયા. આ સ્થિતિમાં આ 12 લોકો ટ્રેનની અંદર જ ફસાઈ ગયા.

79 મિનિટની મુસાફરી અને 36 હજારનો દંડ

સામાન્ય રીતે રેલવે સ્ટેશનો પર સામાન્ય ટ્રેનોમાં એવું જોવા મળતું હોય છે કે લોકો પોતાના સગા સંબંધીઓને ટ્રેનમાં બેસાડવા જાય છે અને ટ્રેન ઉપડ્યા બાદ બગીઓમાંથી બહાર નીકળે છે. પરંતુ વંદે ભારત ટ્રેન સાથે આવું કરવું આ લોકોને ખૂબ મોંઘું પડ્યું.

આ પણ વાંચોઃ “શું પોલીસે ગુનેગારોને મીઠાઈ ખવડાવવી જોઈએ કે ફૂલો વર્ષાવવા જોઈએ?”, સીએમ શુભેન્દુ અધિકારીનો આક્રમક સવાલ

વાસ્તવમાં, વંદે ભારતમાં ફસાયેલા લોકોએ ટ્રેનમાં હાજર સ્ટાફ પાસે મદદ માંગી, પરંતુ તેમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે આ હાઈટેક ટ્રેનને તરત રોકી શકાતી નથી. ટ્રેનમાં હોબાળો થતો જોઈ વંદે ભારત સ્ટાફે ટુંડલા કંટ્રોલ રૂમને એલર્ટ કર્યો અને આખરે કાનપુરથી 79 મિનિટની મુસાફરી પછી રેલવે અધિકારીઓએ આ ટ્રેનને ઇટાવા જંક્શન પર કોઈપણ શેડ્યૂલ વગર રોકાવી. ટ્રેન સવારે આશરે 10:50 વાગ્યે ઇટાવા સ્ટેશન પર પહોંચી હતી.

નાની ભૂલ પડી ખૂબ મોંઘી

કાનપુર સેન્ટ્રલ અને ઇટાવા જંક્શન વચ્ચે લગભગ 139 કિલોમીટરનું અંતર છે. વંદે ભારત ઇટાવા સ્ટેશન પર રોકાયા બાદ તેમાં ફસાયેલા 12 લોકોને નીચે ઉતારવામાં આવ્યા અને સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) પોસ્ટ સુધી લઈ જવામાં આવ્યા.

રેલવે કોમર્શિયલ સ્ટાફે પ્રતિ વ્યક્તિ વગર ટિકિટ અથવા પ્લેટફોર્મ ટિકિટ વગર મુસાફરી કરવા બદલ ૩,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો, એટલે કે 12 લોકો પાસેથી કુલ 36,000 રૂપિયા વસૂલવામાં આવ્યા.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, વંદે ભારત ટ્રેનોમાં ઓપરેશનલ સેફ્ટી માટે ઓટોમેટિક દરવાજા બંધ થવાની સિસ્ટમ લાગેલી હોય છે. આ સમગ્ર મામલામાં RPF ઇન્સ્પેક્ટર દિનેશ કુમાર સિંહે જણાવ્યું કે દંડ એટલા માટે વસૂલવામાં આવ્યો કારણ કે આ લોકો પાસે પ્લેટફોર્મ ટિકિટ પણ નહોતી અને અંદર ફસાયા બાદ તેમણે ટ્રેનમાં હોબાળો પણ કર્યો હતો. દંડ વસૂલ્યા બાદ તમામ લોકોને છોડી મૂકવામાં આવ્યા અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની ચેતવણી પણ આપવામાં આવી.

આ પણ વાંચોઃ સ્વ-ગણતરી શરૂ : ઘરે બેઠા ઓનલાઈન 8 સ્ટેપમાં ભરો તમારા પરિવારની વિગતો

Back to top button