ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ રેલવે પોલીસની બેદરકારીનો વીડિયો વાયરલ: 12 વર્ષનો કિશોર ગુમ થયો, PSO ગોદડું ઓઢી સૂતા રહ્યા

Rajkot police negligence:  રાજકોટ રેલવે પોલીસની ગંભીર બેદરકારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રાજકોટ રેલવે સ્ટેશન પર 12 વર્ષનો બાળક જોવા મળ્યા બાદ ગુમ થયો હતો. આ અંગે બાળકના મામા મોડી રાત્રે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા. આ સમયે ત્યાં ફરજ પર હાજર મહિલા PSO પોલીસ સ્ટેશનમાં ગોદડું ઓઢીને સૂતા હતા અને સૂતા-સૂતા જ જવાબ આપ્યો કે ’24 કલાક રાહ જુઓ’. પોલીસની આ સંવેદનહીનતા અને બેદરકારી સામે બાળકના મામાએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કિશોર ગુમ થયાની રજૂઆત સમયે પોલીસના જવાબથી પરિજનોમાં રોષ

મળતી માહિતી પ્રમાણે, એક 12 વર્ષીય કિશોર દ્વારકા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે કિશોરે ઘરે ફોન કરીને સ્ટેશનેથી દ્વારકા જઈ રહ્યો હોવાની જાણ કરી હતી. જે અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો, તે વ્યક્તિ સાથે કિશોર હોવાની પ્રબળ શક્યતા છે.

આ પણ વાંચોઃ “જૂની સ્ક્રિપ્ટ હવે નહીં ચાલે, તપાસ એજન્સીઓનો થઈ રહ્યો છે દુરુપયોગ”, સૌરવ દાસના PM મોદી અને ચૂંટણી કમિશનર પર આકરા પ્રહાર

મહત્વનું છે કે અગાઉ પણ આ કિશોર આવી જ રીતે ગુમ થયો હતો, ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને શોધી કાઢ્યો હતો. હાલ પરિજનોએ પોલીસ સમક્ષ ગુમ થયાની લેખિત અરજી લેવાની માગ કરી છે, તો બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા એક-બે દિવસ રાહ જોયા બાદ નિયમાનુસાર તપાસ હાથ ધરવાનું કહેવાતા પરિજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નાઈટ PSO ગોદડું ઓઢીને સૂતા હતા, 24 કલાક પછી આવવાનું કહ્યું

બાળકના મામાએ જણાવ્યું કે, બાળકનું ઘર રેલવે સ્ટેશનની નજીક જ આવેલું છે. અજાણ્યા નંબર પરથી બાળકનો ફોન આવ્યા બાદ તરત જ 2થી 3 મિનિટમાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન નીકળી ગઈ હતી. પરિજનોએ આક્ષેપ કર્યો કે આ અંગે તેમણે સૌપ્રથમ ચાઈલ્ડ હેલ્પલાઈન પર સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી સંતોષકારક જવાબ ન મળતા તેઓ RPF ઓફિસ ખાતે રજૂઆત કરવા ગયા હતા.

પરિવારનો આક્ષેપ છે કે જ્યારે તેઓ અરજી આપવા ગયા ત્યારે નાઈટ PSO ગોદડું ઓઢીને સૂતા હતા અને ’24 કલાક પછી આવજો’ તેમ કહીને તેમને ટાળવામાં આવ્યા હતા. પરિજનોએ સવાલ ઉઠાવ્યો છે કે એક 12 વર્ષનું બાળક ગુમ હોય અને પોલીસ 24 કલાક રાહ જોવાનું કહે, તે દરમિયાન જો બાળક સાથે કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે?

આ પણ વાંચોઃ “કૌભાંડોના યુગમાંથી રોકાણ તરફ આગળ વધ્યું બિહાર”: વૈશાલીની સભામાં PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર

Back to top button