માતાની જેમ દીકરીઓ પણ બની સ્ટાર, જાણો 5 જાણીતી જોડીઓ વિશે
Bollywood: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પિતા-પુત્રની જોડીઓ જેટલી લોકપ્રિય રહી છે, એટલી જ ધમાલ માતા-દીકરીની જોડીઓએ પણ મચાવી છે. બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમણે પોતાની શાનદાર એક્ટિંગ અને સુંદરતાથી દર્શકોનાં દિલ જીત્યાં છે. તો બીજી તરફ તેમની દીકરીઓએ પણ માતાના પગલે ચાલીને ફિલ્મી દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. જોકે, કેટલીક દીકરીઓ પોતાની માતા જેટલી સફળતા મેળવી શકી નથી. આજે અમે તમને બોલિવૂડની આવી જ 5 જાણીતી માતા-દીકરીની જોડીઓ વિશે જણાવીશું.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર ઘણીવાર નેપોટિઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. જોકે, અનેક સ્ટાર કિડ્સે પોતાની પ્રતિભા અને મહેનતના આધારે દર્શકોના દિલ જીત્યાં છે. આ યાદીમાં કેટલીક જાણીતી માતા-દીકરીની જોડીઓ પણ સામેલ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
1. તનુજા અને કાજોલ

60ના દાયકામાં અભિનેત્રી તનુજાનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અલગ જ દબદબો હતો. શરારતી અને રોમેન્ટિક પાત્રો માટે નિર્માતાઓની પહેલી પસંદ રહેતી તનુજા બોલ્ડ ભૂમિકાઓ માટે પણ જાણીતી હતી. બીજી તરફ, 90ના દાયકામાં તેમની દીકરી કાજોલે બોલિવૂડ પર રાજ કર્યું હતું. કાજોલે પોતાના ચુલબુલા અંદાજ અને શાનદાર અભિનયથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે.
2. હેમા માલિની અને ઈશા દેઓલ

બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિનીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. 70ના દાયકામાં તેમણે અનેક દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું હતું. તેમની સુંદરતા અને અભિનયના આજે પણ લાખો ચાહકો છે. તેમની દીકરી ઈશા દેઓલે પણ ફિલ્મોમાં કારકિર્દી બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માતાની જેમ લાંબી અને સફળ કારકિર્દી બનાવી શકી નહોતી.
3. અમૃતા સિંહ અને સારા અલી ખાન

4. શ્રીદેવી અને જાહ્નવી કપૂર

80 અને 90ના દાયકામાં શ્રીદેવી દેશની ટોચની અભિનેત્રીઓમાં સામેલ હતી. પોતાની અદાકારી, સુંદરતા અને વર્સેટાઇલ અભિનયથી તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. પોતાની શાનદાર એક્ટિંગ માટે તેમણે અનેક એવોર્ડ્સ પણ જીત્યા હતા. શ્રીદેવીના નિધન બાદ તેમની દીકરી જાહ્નવી કપૂરે ફિલ્મોમાં પગ મૂક્યો હતો. આજે જાહ્નવી બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે.
5. સોની રાઝદાન અને આલિયા ભટ્ટ













