સોનું ઓછું ખરીદવાની મારી વાત લોકોએ માની, ભાવ ઘટી ગયા: PM મોદી
PM MODI : લખનઉમાં આયોજિત કૌશલ દીક્ષાંત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોના કૌશલ્ય, રોજગાર અને દેશના વિકાસને લઈને મહત્વપૂર્ણ નિવેદનો આપ્યાં હતાં. આ દરમિયાન તેમણે ફરી એકવાર સોનાની ખરીદીનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ લોકોને આગામી એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અગાઉ જ્યારે મેં લોકોને ઓછું સોનું ખરીદવાની અપીલ કરી હતી, ત્યારે લોકોએ મારી વાત માની હતી અને સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. તેનાથી દેશના નાણાંની પણ બચત થઈ હતી.
સમારોહને સંબોધતા PM મોદીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના સાંસદ હોવાના નાતે દેશભરમાંથી આવેલા યુવા સાથીઓનું સ્વાગત કરવાની તક મળવી તેમના માટે ગર્વ અને સૌભાગ્યની વાત છે. તેમણે જણાવ્યું કે, આજે સવારે તેઓ દિલ્હીથી પશ્ચિમ બંગાળ ગયા હતા, જ્યાં તેમનો પ્રથમ કાર્યક્રમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)માં હતો. IITના વિદ્યાર્થીઓમાં જે ઉત્સાહ, સપનાં અને આશાઓ જોવા મળી હતી, એવો જ ઉત્સાહ તેમને ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI)ના વિદ્યાર્થીઓમાં પણ જોવા મળ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
PM મોદીએ કહ્યું કે, IIT હોય કે ITI, તેમના માટે બંને દેશની સાચી સંપત્તિ, ક્ષમતા અને ભવિષ્ય છે. ITIમાં શીખવામાં આવેલું કૌશલ્ય વિકસિત ભારતની મોટી શક્તિ બનશે. આપણો દેશ હંમેશાં કૌશલ્ય અને કારીગરીનું સન્માન કરતો આવ્યો છે.
#WATCH | Lucknow, Uttar Pradesh: Prime Minister Narendra Modi says, “A year ago, I urged the countrymen: for one year, if it is not necessary, please do not buy gold.’ And I am happy, just as Lal Bahadur Shastri ji had asked the countrymen to skip one meal, and this country obeyed his call; my country still holds that same character. An ordinary person like me asked to buy less gold; the countrymen bought less gold, and gold prices fell. Today, people are telling me, ‘Modi ji, you spoke, we listened to your advice, and our money was saved.'”
(Source: ANI/DD News)
— ANI (@ANI) November 21, 2026
લખનઉની ચિકનકારીનો કર્યો ઉલ્લેખ
PM મોદીએ લખનઉની પ્રખ્યાત ચિકનકારીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારતમાં અગાઉની સામાજિક વ્યવસ્થા પણ કૌશલ્યની આસપાસ વિકસેલી હતી. જોકે, વિદેશી આક્રમણકારીઓએ સૌથી પહેલાં ભારતના કૌશલ્ય અને કારીગરીને નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે કોઈ કારીગર સારી વસ્તુ બનાવતો હતો, ત્યારે તેના અંગૂઠા કાપી નાખવામાં આવતા હતા. આક્રમણકારીઓ જાણતા હતા કે ભારતની પ્રગતિનું સૌથી મોટું કારણ અહીંના લોકોનું કૌશલ્ય છે. તેમણે વધુમાં કહ્યું કે, અંગ્રેજોના શાસન દરમિયાન પણ ભારતના કૌશલ્ય અને સ્થાનિક ઉદ્યોગોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જ્યારે તેમણે પોતાના દેશમાં ઉદ્યોગો અને મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપ્યું હતું.
ITIના વિદ્યાર્થીઓને IIT જેટલું જ સન્માન મળશે
PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ IITના વિદ્યાર્થીઓ જેટલું જ સન્માન મળશે. દેશના વડાપ્રધાન તરીકે તેઓ ITIના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવા માટે આવ્યા છે, તે જ આ વિદ્યાર્થીઓના કૌશલ્યનું સન્માન છે. તેમણે ITIના વિદ્યાર્થીઓનાં ડિઝાઇનર કપડાં અને તેમના આત્મવિશ્વાસની પણ પ્રશંસા કરી હતી. PM મોદીએ કહ્યું કે, ITIના વિદ્યાર્થીઓની પ્રતિભા અને કૌશલ્ય તેમને અલગ ઓળખ આપે છે.
આ પણ વાંચો:ડુમસ સી-ફેસ બીચ પર ફરવા જતાં પહેલાં જાણી લો નવા ચાર્જ, સુરત મનપાનો મોટો નિર્ણય
‘જેની પાસે કૌશલ્ય છે, તેની રોજગારી કોઈ છીનવી નહીં શકે’
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના કારણે રોજગાર પર ઊભા થતા સવાલો અંગે PM મોદીએ કહ્યું કે, જે વ્યક્તિ પાસે કૌશલ્ય છે, તેની પાસેથી રોજગારી કોઈ છીનવી શકતું નથી. નવી શિક્ષણ નીતિ (NEP)માં પણ કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે યુવાનો કોઈ નવું કૌશલ્ય શીખે છે, ત્યારે તેઓ દેશનું કામ સરળ બનાવે છે. આજે ભારતનાં બનેલાં મોબાઇલ ફોન દુનિયાભરમાં પહોંચી રહ્યાં છે. વર્ષ 2014 પછી અમારી સરકારે દેશમાં 5,000 નવી ITI સંસ્થાઓ શરૂ કરી છે. ITI આવનારા ભવિષ્યમાં દેશ માટે ગૌરવપૂર્ણ ગાથા લખશે. PM મોદીએ વધુમાં જણાવ્યું કે, સાઉદી અરેબિયામાં પણ શાહી પરિવારો ભારતના કૌશલ્યની પ્રશંસા કરે છે. આજે આખી દુનિયામાં ભારતીય કુશળ કામદારોની માંગ વધી રહી છે. માત્ર યુનિવર્સિટીની ડિગ્રી ધરાવતા લોકો જ નહીં, પરંતુ ITIમાંથી તાલીમ મેળવેલા કુશળ યુવાનોની પણ વિશ્વભરમાં વિશેષ જરૂરિયાત છે.












