બેનેટ યુનિવર્સિટીમાં રેગિંગ વિવાદ: રસ્ટિકેશન પર વિદ્યાર્થીને પસ્તાવો નહીં, હસતો વીડિયો વાયરલ

Bennett University Viral Video: નોઈડામાં બેનેટ યુનિવર્સિટીના હોસ્ટેલમાં શૂટ કરાયેલો એક વીડિયો વાયરલ થયો છે, જેના કારણે ઓનલાઈન વ્યાપક આક્રોશ ફેલાયો છે. જો કે આ વાયરલ વીડિયો બાદ યુનિવર્સિટીએ એક્શન લેતા સિદ્ધિને અન્ય વિદ્યાર્થીને રેગ કરવા બદલ હાંકી કાઢવામાં આવી હતી, અને તેમાં સામેલ અન્ય વિદ્યાર્થિનીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.
આટલુ થયા પછી પણ વિદ્યાર્થિનીને પસ્તાવો નથી
જો કે, આટલું થયા છતાં તે બેફિકરાઈ કે શરમિંદગી અનુભવી રહી નથી અને તેના ચહેરા પર કોઈ પસ્તાવો કે પસ્તાવો નથી. આવી ઘટના બાદ પણ સીખ લેવાના બદલે તે હસી રહી છે અને બીજો વીડિયો બનાવીને કહી રહી છે કે ‘હું જઈ રહી નથી પણ મને કાઢી મુકવામાં આવી છે. તે હસી રહી છે’ બેનેટ યુનિવર્સિટીનો વિદ્યાર્થી જુનિયરને થપ્પડ મારવા અને દુર્વ્યવહાર કરવા બદલ અસંતુષ્ટ થયા પછી પણ હસી રહી છે મતલબ કે તેને સજાની કોઈ અસર નથી અને તેને જે કામ કર્યું છે તેમાં કોઈ પસ્તાવો નથી ,જેના કારણે અનેક સવાલો ઉભા થાય છે.
Bennett University took action in the matter. Siddhi got rusticated from the college for ragging a girl and her gangmates got fined. Still no shame on her face 🤡. What will her father gonna do when she reaches home ☠️ https://t.co/ZVOW6NZfOq pic.twitter.com/cuxiUZNAVH
— Aman (@f_sicc) May 4, 2026
શું હતી ઘટના?
ગ્રેટર નોઇડામાં આવેલી બેનેટ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં સિનિયર વિદ્યાર્થિનીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થિનીઓ પર રેગિંગ અને મારપીટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આ ઘટનાએ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા અને એન્ટી-રેગિંગ સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.
વાયરલ વીડિયોમાં શું દેખાયુ હતું?
વાયરલ થયેલા વીડિયોમાં કેટલીક વિદ્યાર્થિનીઓ એક અન્ય વિદ્યાર્થિનીને ઘેરીને તેને અપશબ્દો અપી રહી છે તેમજ તેને ઉશ્કેરીને અનેક વખત થપ્પડ મારતા દેખાઈ રહી છે. વીડિયોમાં જોવા મળે છે કે એક વિદ્યાર્થિનીને પહેલા ઉશ્કેરવામાં આવે છે અને પછી તેને મારવા માટે પ્રેરિત કરવામાં આવે છે. આ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ તાળી પાડી અને ઘટનાને વધુ ઉશ્કેરતા હોવાનું પણ દેખાય છે.
Bannet University Girls Ragging their Junior.
She slapped the other for no reason. this is not even ragging.
All those seniors in the room should be punished.
Bullsh!t pic.twitter.com/zO58uf4DUi
— Gagan Choudhary (@trigguuuu) May 5, 2026
ABVPએ કડક કાર્યવાહીની કરી હતી માંગ
આ મામલે વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ની ગ્રેટર નોઇડા એકમ દ્વારા યુનિવર્સિટી પહોંચીને કુલપતિ અને પ્રશાસનને આવેદનપત્ર સોંપવામાં આવ્યું. સંગઠને માંગ કરી છે કે ઘટનાની તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડક શિસ્તાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ABVPના પ્રતિનિધિઓએ જણાવ્યું કે યુનિવર્સિટીમાં સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ જાળવવું અત્યંત જરૂરી છે, અને આવી ઘટનાઓ વિદ્યાર્થીઓના મનોબળ પર ખરાબ અસર કરે છે. તેઓએ ચેતવણી આપી કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દાને વધુ આગળ લઈ જવાશે. યુનિવર્સિટી પ્રશાસનના જણાવ્યા મુજબ, ‘હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ પ્રાપ્ત થઈ નથી, પરંતુ વિડિયોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સમિતિ રચી દેવામાં આવી છે.’ રજિસ્ટ્રાર અજય યાદવે જણાવ્યું કે, ‘સંબંધિત તમામ વિદ્યાર્થિનીઓને રસ્ટિકેટ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે.’












