ભગવાન રામની નગરી અયોધ્યામાં જોવા મળ્યા રાક્ષસ, 80 વર્ષના વૃદ્ધ દાદીને રોડ પર મૂકીને ભાગી ગયા

અયોધ્યા 26 જૂલાઈ 2025: ગુરુવાર મોડી રાતે એક 80 વર્ષિય વૃદ્ધ મહિલાનું રોડના કિનારે લાવારિસ હાલતમાં મૃત્યુ થયું છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના દર્શન નગર મેડિકલ કોલેજ પાસે થઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ ઘટનાના વીડિયોમાં બે મહિલાઓ અને એક પુરુષ મહિલાને ઈ-રિક્ષામાંથી ઉતારી અને મોકો જોઈ વૃદ્ધ મહિલાને મૂકીને ભાગી જતા જોવા મળે છે.
In Ayodhya, family caught on CCTV abandoning elderly woman; dies later
In a shocking incident in UP’s Ayodhya, an elderly woman was abandoned at a desolate spot by three people, most likely family members. The woman was rescued by the police and rushed to a hospital where she… pic.twitter.com/VMszG2SVuC
— Piyush Rai (@Benarasiyaa) July 25, 2025
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેમણે સીસીટીવી ફુટેજની તપાસ કરવી છે, પણ અંધારાના કારણે અપરાધીઓની ઓળખ થઈ શકી નથી. મહિલાની ડોકે અને શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજાના નિશાન છે. આ મહિલા કેન્સરથી પીડિત હોઈ શકે છે. અયોધ્યાના અધિક પોલીસ અધીક્ષક સીપી ત્રિપાઠીએ જણાવ્યું કે, હજુ સુધી તપાસ ચાલી રહી છે કે વૃદ્ધ મહિલાને તેના સંબંધીઓ મોડી રાતે ઈ રિક્ષામાં લઈ ગયા અને પછી રોડ કિનારે મૂકીને ભાગી ગયા. સૂચના મળતા પોલીસ મહિલાને સારવાર માટે મેડિકલ કોલેજ લઈ ગઈ. પણ સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થઈ ગયું.
આ પણ વાંચો: સંજીવ ગોયનકા પોતાની ટીમનું નામ અને જર્સીનો કલર બદલશે, મોટો નિર્ણય લેવાઈ ગયો












