ટ્રેન્ડિંગનેશનલ

કર્મચારીની વફાદારીનું અનોખું ઈનામ: કંપનીએ આપ્યું રૂ.2100 કરોડનું બોનસ 

નવી દિલ્હી | તારીખ: 27 ડિસેમ્બર, 2025: નાતાલના અવસરે સામાન્ય રીતે લોકો નાની-મોટી ભેટની અપેક્ષા રાખતા હોય છે, પરંતુ અમેરિકાના લુઇસિયાનામાં એક બિઝનેસમેને તેના કર્મચારીઓને એવી ભેટ આપી કે આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. ગ્રેહામ વોકર નામના આ શખ્સે પોતાની ફેમિલી મેન્યુફેક્ચરિંગ કંપની ‘Fibrebond’ વેચતા પહેલા એક અનોખી શરત રાખી હતી કે આ વેચાણનો સીધો ફાયદો તેના દરેક કર્મચારીને મળવો જોઈએ.

​₹2,157 કરોડનું બોનસ

​અહેવાલો અનુસાર, કંપનીના વેચાણમાંથી મળેલી કુલ રકમનો 15% હિસ્સો, એટલે કે અંદાજે $240 મિલિયન (આશરે ₹2,157 કરોડ), કુલ 540 કર્મચારીઓ વચ્ચે વહેંચવામાં આવ્યો છે. આ ગણતરી મુજબ, દરેક કર્મચારીને સરેરાશ $4,43,000 (આશરે ₹3.7 કરોડ) બોનસ તરીકે મળશે. આ રકમ આગામી પાંચ વર્ષમાં ચૂકવવામાં આવશે, જેની શરત માત્ર એટલી જ છે કે કર્મચારીએ આ સમયગાળા દરમિયાન કંપની સાથે જોડાયેલા રહેવું પડશે.

​કેમ લીધો આવો મોટો નિર્ણય?

​ગ્રેહામ વોકરે જણાવ્યું કે આ નિર્ણય કર્મચારીઓની પ્રામાણિકતા અને વફાદારીથી પ્રેરાઈને લેવામાં આવ્યો છે. ઘણા કર્મચારીઓ મુશ્કેલ સમયમાં પણ કંપનીની પડખે ઊભા રહ્યા હતા. જ્યારે જૂન મહિનામાં આ બોનસની જાહેરાત થઈ, ત્યારે શરૂઆતમાં કર્મચારીઓને વિશ્વાસ જ નહોતો બેઠો. કેટલાકે તેને મજાક માની તો કેટલાંક ભાવુક થઈને રડી પડ્યા હતા.

​કર્મચારીઓના સપના થયા સાકાર

​આ રકમ મળ્યા બાદ કર્મચારીઓના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે. કોઈએ ઘરનું લોન ચૂકવ્યું તો કોઈએ જૂના દેવામાંથી મુક્તિ મેળવી. ​કેટલાકે બાળકોની કોલેજની ફી ભરી. 1995થી કંપનીમાં કાર્યરત એક મહિલા કર્મચારીએ પોતાના જીવનનું સપનું એવું ‘બુટિક’ ખોલવાની તૈયારી શરૂ કરી દીધી છે.

​કેમ આ પગલું ખાસ છે?

​સામાન્ય રીતે કંપની વેચાય ત્યારે નફો માત્ર શેરહોલ્ડરોને મળતો હોય છે, પરંતુ વોકરે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા આ લાભ એવા કર્મચારીઓને આપ્યો જેમના પાસે કંપનીના શેર નહોતા. સોશિયલ મીડિયા પર લોકો આ પગલાને ‘સાચું નેતૃત્વ’ ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આ છે સાચો મૂડીવાદ, જ્યાં બોસ પોતાની ટીમને પરિવાર સમજે છે.

આ પણ વાંચો: ગૌતમ ગંભીરની ટેસ્ટ કોચિંગ જોખમમાં? BCCIએ અનુભવી દિગ્ગજને ઓફર આપી હોવાનું ચર્ચા

Back to top button