ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ટેરિફ વોર વચ્ચે યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરનું ટ્રેડ ડિલને લઈને મહત્વનું અપડેટ, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત માટે એક મોટી રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચેની મિત્રતા સાચી છે. તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દુનિયાભરમાં ફરી ચૂક્યા છે અને તેઓ આ વાતની પુષ્ટિ આપી શકે છે. અમેરિકા અને ભારત માત્ર ફાયદા માટે નહીં, પરંતુ ઉચ્ચ સ્તરીય સંબંધોથી જોડાયેલા છે. સાચા મિત્રો વચ્ચે મતભેદ થઈ શકે છે, પરંતુ અંતે તેઓ પોતાના મતભેદો ઉકેલી લે છે.

તેમણે ઉમેર્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની પાછલી ભારત મુલાકાતને યાદ કરી હતી અને ભારતના મહાન પ્રધાનમંત્રી સાથેની તેમની ગાઢ મિત્રતા વિશે જણાવ્યું હતુ. મને આશા છે કે રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં આપણને મળવા આવશે, કદાચ આવતા એક કે બે વર્ષમાં.” રાજદૂત ગોરે એક રસપ્રદ વાત પણ કહી. તેમણે કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પની આદત છે કે તેઓ સવારે 2 વાગ્યે પણ ફોન કરી દે છે. નવી દિલ્હીમાં સમયનું અંતર હોવાના કારણે, આ સમય તેમના માટે ઘણો અનુકૂળ હોઈ શકે છે.”

ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકેનુ પદ સંભાળ્યા બાદ સર્જિયો ગોરે કહ્યું, “તમારામાંથી ઘણા લોકોએ મારી પાસે ચાલી રહેલી ટ્રેડ ડીલ અંગેની વાતચીત વિશે અપડેટ માંગ્યું છે. બંને પક્ષો સક્રિય રીતે ચર્ચા કરી રહ્યા છે. વાસ્તવમાં, ટ્રેડ બાબતે આગામી બેઠક આવતીકાલે થવાની છે. ભારત વિશ્વનો સૌથી મોટો દેશ છે, તેથી આ પ્રક્રિયાને અંતિમ તબક્કે પહોંચાડવી સરળ નથી, પરંતુ અમે તેને પૂર્ણ કરવા માટે દ્રઢ નિશ્ચય સાથે કામ કરી રહ્યા છીએ. જોકે ટ્રેડ અમારા સંબંધો માટે ખૂબ જરૂરી છે, અમે સુરક્ષા, કાઉન્ટર ટેરરિઝમ, ઊર્જા, ટેક્નોલોજી, શિક્ષણ અને આરોગ્ય જેવા અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પણ મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.”

સર્જિયો ગોરે કહ્યું, “મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારતને આવતા મહિને PaxSilica માં પૂર્ણ સભ્ય તરીકે સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવશે…” તેમણે ઉમેર્યું, “હું આજે તમારી સાથે ગયા મહિને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા શરૂ કરાયેલી એક નવી પહેલ પણ શેર કરવા માંગુ છું, જેને PaxSilica કહેવામાં આવે છે. PaxSilica એ યુએસની આગેવાની હેઠળની એક વ્યૂહાત્મક પહેલ છે જેનો ઉદ્દેશ્ય એક સુરક્ષિત, સમૃદ્ધ અને નવીનતા-સંચાલિત સિલિકોન સપ્લાય ચેઇન બનાવવાનો છે, જેમાં મહત્વપૂર્ણ ખનિજો અને ઉર્જા ઇનપુટ્સથી લઈને અદ્યતન ઉત્પાદન, સેમિકન્ડક્ટર, AI વિકાસ અને લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. ગયા મહિને જોડાયેલા દેશોમાં જાપાન, દક્ષિણ કોરિયા, યુનાઇટેડ કિંગડમ અને ઇઝરાયલનો સમાવેશ થાય છે. આજે, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારતને આવતા મહિને પૂર્ણ સભ્ય તરીકે દેશોના આ જૂથમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવશે.”

આ પણ વાંચો: ફક્ત કન્ફર્મ ટિકિટ, અધિકારીઓના ક્વોટા પણ નહીં ચાલે, વંદે ભારત સ્લીપર ટ્રેન માટે આવી ગઈ અપડેટ

Back to top button