ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે યુપી સરકારનો નિર્ણય: સ્કૂલ વાનમાં સીસીટીવી કેમેરા લગાવાશે

  • ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં ચાલતી તમામ સ્કૂલ વાનમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લિધો છે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને લેવામાં આવ્યો છે.

લખનઉ, 02 જાન્યુઆરી: ઉત્તર પ્રદેશ સરકારે વિદ્યાર્થીએની સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી રાજ્યમાં ચાલતી તમામ સ્કૂલ વાનમાં સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે. રાજ્યના પરિવહન પ્રિન્સિપલ સેક્રેટરી એલ વેંકટેશ્વરલુએ આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ આ નિયમ ગેઝેટમાં પ્રસિદ્ધ થયાના ત્રણ મહિના પછી અમલમાં આવશે.

સીસીટીવી કેમેરા લગાવવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે

વરિષ્ઠ પરિવહન અધિકારીના જણાવ્યા અનુસાર સીસીટીવી કેમેરાની જોગવાઈ ઉત્તર પ્રદેશ મોટર વાહન નિયમોમાં પહેલેથી જ હતી અને કેટલીક સ્કૂલ વાનમાં પહેલેથી જ સીસીટીવી કેમેરા લગાવેલા છે, પરંતુ હજી ઘણી એવી વાનો છે જેમાં સીસીટીવી કેમેરા લગાવેલ નથી. જેઓએ હવે લગાવવા પડશે. હવે નોટિફિકેશનમાં રાજ્યની તમામ સ્કૂલ વાનમાં સીસીટીવી કેમેરા લગાવવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એકવાર સૂચિત સેન્ટ્રલાઈઝ્ડ વ્હીકલ લોકેશન ટ્રેકિંગ સેન્ટર કામ કરવા માટે તૈયાર થઈ જાય પછી તમામ જાહેર પરિવહન વાહનોમાં આવા કેમેરા લગાવવામાં આવશે.

ખાનગી એજન્સી મોનીટરીંગ કરશે

રાજ્યમાં પરિવહન વિભાગે જાહેર પરિવહન વાહનોની સુરક્ષા વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેઓએ વ્હીકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ (VLTS) લાગુ કરવા માટે એક ખાનગી એજન્સીની નિમણૂક કરી છે જે નિર્ભયા ફ્રેમવર્ક હેઠળ વાહનોનું નિરીક્ષણ કરશે. એજન્સી આ હેતુ માટે વ્હીકલ ટ્રેકિંગ પ્લેટફોર્મ તૈનાત, એકીકૃત, પરીક્ષણ અને ઓપરેશનલ કરશે.

આ નિયમ કોને લાગશે એેને કોને નહીં?

આ પ્રોજેક્ટનો હેતુ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ઈ-રિક્ષા સિવાયના તમામ જાહેર પરિવહન વાહનોને વાહન લોકેશન ટ્રેકિંગ ઉપકરણો સાથે એકીકૃત કરવાનો છે. ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ અને કમાન્ડ સેન્ટર આવા તમામ વાહનોના લોકેશન પર રીયલ ટાઇમમાં નજર રાખશે.

પરિવહન વિભાગની કાર્યવાહી કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH)ની સૂચના અને આદેશનું પાલન કરે છે. તે આદેશ આપે છે કે મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 2(35) હેઠળ વ્યાખ્યાયિત કરાયેલા તમામ જાહેર સેવા વાહનો અને રાષ્ટ્રીય પરમિટની આવશ્યકતા ધરાવતા/જરૂરી હોય તેવા વાહનો એક અથવા વધુ ઇમરજન્સી બટનો સાથે વાહન લોકેશન ટ્રેકિંગ ઉપકરણથી સજ્જ હોવા જોઈએ.

આ પણ વાંચો: ટ્રક ચાલકોની હડતાળને પગલે પેટ્રોલ અને આવશ્યક વસ્તુઓનો પુરવઠો ખોરવાવાનું જોખમ

Back to top button