ગુજરાતટ્રેન્ડિંગ

યુનાઈટેડ વે ફરી વિવાદમાંઃ દુષ્કર્મના આરોપીઓનો વીડિયો સામે આવતાં મચી ચકચાર

વડોદરા, તા.27 સપ્ટેમ્બર, 2025: વડોદરાના વિખ્યાત યુનાઇટેડ વે ગરબા ફરી વિવાદમાં આવ્યા છે. ગરબા ગ્રાઉન્ડમાં જ કપલે કરેલી અશ્લીલ હરકત સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કેવી રીતે તમામ માન-મર્યાદા નેવે મુકે છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. સંસ્કારી નગરી વડોદરામાં આયોજીત યુનાઈટેડ વેના ગરબામાં એક યુગલે જાહેરમાં જ ચુંબન કરી તેની અશ્લીલ રીલ બનાવી. આ કપલે લાજ શરમ નેવે મુકીને જાહેરમાં જ ગરબા કરતા કરતા ચુંબન કર્યું હતું. હિન્દુ સંગઠનોએ આ અશ્લીલ વીડિયો પર ફરતો થતા રોષ વ્યક્ત કર્યો હતો. વિવાદ બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી.

છાણી ટીપી 13 વિસ્તારમાં રહેતો માથાભારે અને છાણી પોલીસ મખકમાં દુષ્કર્મનો આરોપી વિલ્સન સોલંકીએ સોશિયલ મીડિયા પર તેની રિલ મૂકી હતી. કોઈપણ પરવા વિના તેણે બે વખત ચુંબન કર્યું હતું. જેના કારણે હજારો લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. ગરબા ગ્રાઉન્ડ પર માતાજીની પ્રતિષ્ટા કરવામાં આવી છે ત્યારે આ હરકતથી ભારે રોષ ફેલાયો હતો. બંને ઘટના અશ્લીલ છે, માતાજીનું અપમાન છે.

હિન્દુ જાગરણ મંચે જણાવ્યું, નવરાત્રીએ માતાજીની ઉપાસનાનું પર્વ છે. ગરબા ગ્રાઉન્ડ પર યુવકે મહિલાને ચુંબન કર્યુ તેનો વિરોધ કરીએ છીએ. અગાઉ પણ ગરબા ગ્રાઉન્ડ પર યુવકે આવી હરકત કરી હતી

Back to top button