જમ્મુ-શ્રીનગર હાઇવે પર ભયાનક અકસ્માત, CRPF જવાન સહિત ચાર લોકોના મોત, પોલીસ તપાસમાં લાગી

ઉધમપુર: મંગળવારે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક માર્ગ અકસ્માતમાં CRPF જવાન સહિત ચાર લોકોના મોત થયા છે. જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ખૈરી વિસ્તારમાં બસ અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત થયો હતો.
અહેવાલો અનુસાર, ડોડાથી જમ્મુ જઈ રહેલી બસ ટાટા પિકઅપ વાન અને મોટરસાઇકલ સાથે અથડાઈ હતી. આ દુ:ખદ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી.
#WATCH | Udhampur, J&K | Four, including one CRPF personnel, die in a road accident on the Jammu-Srinagar National Highway. pic.twitter.com/hH26LJPfv6
— ANI (@ANI) January 27, 2026
CRPF 137 બટાલિયનના સેકન્ડ ઇન કમાન્ડ કરતાર સિંહે જણાવ્યું કે, “શ્રીનગર તરફ જતા માઇલસ્ટોન 68 પર એક અકસ્માત થયો છે. એક બસ અને એક પિકઅપ ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં CRPFની 52 બટાલિયનના એક સૈનિક સહિત ચાર લોકોના મોત થયા હતા. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ઘટનાસ્થળે હાજર છે. મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.” પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ભારત-EU ટ્રેડ ડીલનુ થઈ રહ્યું છે એલાન, જાણો શું સસ્તુ થશે અને શું મોઘુ












