આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝ

ટ્રંપનો જર્મની પર ડબલએટેક : હજારો અમેરિકી સૈનિકોને બોલાવ્યા પરત, આ વસ્તુ પર 25 % ટેરિફ ઝીંક્યો

જર્મનીને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર કડક વલણ અપનાવ્યું છે. તેમને સ્પષ્ટ કહ્યું છે કે, જર્મનીમાં તૈનાત અમેરિકી સૈનિકોની સંખ્યા માત્ર 5 હજાર સુધી સીમીત રહી નથી. પરંતુ તેનાથી ઘણો વધુ કાપ કરવામાં આવશે. એટલે કે, જે 5000 સૈનિકોને પરત બોલાવવામાં આવ્યા છે તેની સંખ્યા વધી શકે છે. આ પહેલા ટ્રંપે યૂરોપિયન યૂનિયનના કાર્સ અને ટ્રકો પર 25 % ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી, જેની અસર ખાસ કરી જર્મની પર પડી શકે છે.

સામાન્ય રીતે જોઈએ તો ટ્રંપની નારાજગીના કારણે વ્યાપારીક સમજૂતીનું સરખું પાલન થઈ સકતુ નથી. ન્યૂઝ એજન્સી મુજબ, તેઓએ ખુલ્લેઆમ કહ્યું કે, યૂરોપીય સંઘે વાયદાઓ નીભાવ્યા નથી. તેના માટે હવે આગામી સપ્તાહથી ત્યાં બનતી કાર અને ટ્રકો પર 25 % ટેક્સ લગાડવામાં આવશે. જર્મની જે ગાડીઓનું નિર્માણ માટે ઓળખાય છે, તેના માટે આ નિર્ણય એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. હકીકતમાં આ મામલો ફ્લોરિડામાં ખુલ્યો જ્યાં પત્રકારોના સવાલો પર ટ્રંપે કહ્યું કે, 5000નો આંકડો ઘણો નાનો છે. તેનાથી વધુ સૈનિકોની છૂટી કરવાના છીએ અને સેનામાં મોટો કાપ મુકાશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આશ્વર્યની વાત છે કે, પેટાંગને પહેલા માત્ર 5000 સૈનિકોની વાત કરી હતી. પરંતુ ટ્રંપના આ તાજેત્તરના નિવેદને દરેકને વિચાર કરતા કરી દીધા છે. અમેરિકામાં પણ આ નિર્ણયનો વિરોધ શરુ થઈ ગયો છે. કેટલાક મોટા નેતાઓનું માનવું છે કે, જો અમેરિકી સૈનિક જર્મની છોડીને ચાલ્યા ગયા તો રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પોતાના શક્તિપ્રદર્શનનો મોકો મળી જશે. ખાસકરીને ત્યારે જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને 5 વર્ષ પૂરા થવાના છે.

શું યૂરોપીયન દેશ એકલા કરી શકશે યુદ્ધ

જર્મનીના રક્ષા મંત્રી બોરિસ પોસ્ટોરિયસે આ અંગે શાંતિથી જવાબ આપ્યો છે. તેમને કહ્યું છે કે, સૌનિકોને પરત બોલાવવાની વાત તો ટ્રંપ વર્ષોથી કહી રહ્યા હતા, એટલે આ કોઈ નવી વાત નથી. તેમનું માનવું છે કે, હવે યુરોપના દેશો પોતાની સુરક્ષા માટે આગળ આવવું પડશે. અને પોતાની જવાબદારી જાતે નીભાવી પડશે. જો કે, તેઓએ એ પણ યાદ અપાવ્યું કે, અમેરિકી સૈનિકોને જર્મનીમાં હોવું માત્ર અમારા માટે જ નહીં પરંતુ અમેરિકા માટે પણ ફાયદાકારક છે.

આ પણ વાંચો : ચાર વર્ષની બાળકી પર રેપ બાદ હત્યા, મુંબઈ-બેંગલુરૂમાં લોકોએ હાઈવે પર કર્યો ટ્રાફિક જામ

Back to top button