આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ટ્રમ્પે ઇરાન ઇઝરાયેલ યુદ્ધમાં ભારત પાકિસ્તાનવાળી કરી? યુદ્ધવિરામની જાહેરાત? ઇરાનનો ઇન્કાર

એચડી ન્યૂઝ ડેસ્ક, 24 જૂન 2025: ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ 12મા દિવસે પણ ચાલુ છે. દરમિયાન,  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારત પાકિસ્તાનવાળી કરી છે. મે માસમાં ભારતે કરેલા ઓપરેશન સિંદૂર વખતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ભારત પાકના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. તેવી જ રીતે ઇરાન ઇઝરાયેલના ચાલતા યુદ્ધ માટે કર્યું છે.  અમેરિકાએ યુદ્ધવિરામની જાહેરાત કરી છે પરંતુ ઈરાને તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને ઇઝરાયલ આ અંગે મૌન છે. આ મામલે માધ્યમોમાં જાત ભાતના તર્ક વિતર્ક શરૂ થઇ ચૂક્યા છે.  જાણો યુદ્ધમાં આગળ શું થશે?

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ બંધ થયું?

આજે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધનો 12મો દિવસ છે. દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે પરંતુ તેમની જાહેરાતના થોડા કલાકો પછી, તેહરાને તેને નકારી કાઢ્યું હતું કે કોઈપણ યુદ્ધવિરામ અથવા લશ્કરી કાર્યવાહી બંધ કરવા પર “કોઈ કરાર” થયો નથી. જોકે, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું કે તેમને આ યુદ્ધ ચાલુ રાખવામાં કોઈ રસ નથી.

ઇઝરાયલ તેનું આક્રમણ બંધ કરે

અરઘચીએ કહ્યું કે ઈરાને વારંવાર સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયલે ઈરાન પર યુદ્ધ શરૂ કર્યું છે અને જો ઇઝરાયલી શાસન તેહરાન સમય મુજબ સવારે 4 વાગ્યા પહેલા ઈરાની લોકો સામે તેનું ગેરકાયદેસર આક્રમણ બંધ કરે છે, તો તે પછી અમારો જવાબ ચાલુ રાખવાનો કોઈ ઇરાદો નથી.

આ પણ વાંચો : 9 જુલાઇ પહેલા વેપાર સોદાને અંતિમ રૂપ આપવાનો ભારત-અમેરિકાનો પ્રયત્ન, જો કે હજુ ટેરિફની લટકતી તલવાર

આ પણ વાંચો : ટ્રમ્પની યુદ્ધવિરામની ઘોષણાને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઊછાળો

Back to top button