કચ્છમાંથી ‘ભારતીય મનોરંજન બેંક’ના નામે નકલી નોટોથી છેતરપિંડી કરનાર, ત્રિપુટી ઝડપાઈ

કચ્છ, 8 નવેમ્બર 2025: ગાંધીધામમાં ‘ભારતીય મનોરંજન બેંક’ નામની નકલી બેંક ચલાવીને લોકોને ડબલ-ત્રણ ગણા પૈસા આપવાના લાલચે નકલી નોટાઓથી છેતરપિંડી કરતી ત્રણ વ્યક્તિઓની ત્રિપુટીને પોલીસે રંગેહાથ પકડી છે. બસ સ્ટેશન પાસે વોચ ગોઠવીને આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં ₹૪,૦૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. મુખ્ય આરોપી ઈશબશા શેખ હજુ ફરાર છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ રાહુલ પટેલ (૨૮, અમદાવાદ), વિકાસ સોલંકી (૩૨, રાજકોટ) અને અમિત શાહ (૩૦, સુરત) ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ‘ભારતીય મનોરંજન બેંક’ નામના પેજ ચલાવતા હતા. તેઓ વીડિયોમાં રોકાણ કરનારને ૧૫ દિવસમાં ડબલ કે એક મહિનામાં ત્રણ ગણું વળતર આપવાનું વચન આપતા હતા. લોકો પૈસા જમા કરાવે તો તેમને નકલી નોટાઓના બંડલ આપીને છેતરતા. અત્યાર સુધીમાં ડઝનથી વધુ લોકોને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે.
પોલીસે એક ફરિયાદીના નિવેદન પરથી ટ્રેપ ગોઠવ્યો. બસ સ્ટેશન પાસે એક ડીલ થઈ રહી હતી ત્યારે ત્રિપુટીને પકડવામાં આવી. તપાસમાં ₹૫૦૦ની ૪ અસલી નોટો અને ૨૪ નકલી બંડલ (કુલ ₹૪,૦૦,૦૦૦ની નકલી નોટો) તથા મોબાઈલ ફોન, લેપટોપ અને બેંકના નકલી લેટરહેડ મળી આવ્યા. કુલ ₹૪,૦૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કરાયો.
આ પણ વાંચો: બનાસકાંઠામાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતાર, વહેલી સવારથી ડેપો બહાર ભીડ











