ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

બ્રિજ પર અધવચ્ચે ફસાઈ ટ્રેન! લોકો પાઇલટે પોતાનો જીવ મૂક્યો જોખમમાં, જુઓ વીડિયો

  • સમસ્તીપુર રેલવે વિભાગના વાલ્મિકીનગર અને પાણીયાવા વચ્ચે પેસેન્જર ટ્રેન દુર્ઘટનાથી બચી

બિહાર, 22 જૂન: બિહારના સમસ્તીપુર રેલવે વિભાગના વાલ્મિકીનગર અને પાણીયાવા વચ્ચે પેસેન્જર ટ્રેન દુર્ઘટનાથી બચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ગુરુવારે (20 જૂન) વાલ્મિકીનગર અને પાણીયાવા વચ્ચે સ્થિત એક બ્રિજ પર પેસેન્જર ટ્રેનનું હવાનું દબાણ લીક થઈ ગયું હતું. ત્યારપછી ટ્રેનના બંને લોકો પાયલટે પોતાનો જીવ જોખમમાં મુકીને તેનું સમારકામ કરીને ટ્રેનને રવાના કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

માહિતી માહિતી અનુસાર, જ્યારે નરકટિયાગંજ ગોરખપુર પેસેન્જર ટ્રેન વાલ્મિકીનગર અને પાનિયાવા વચ્ચેના બ્રિજ નંબર 382 પર પહોંચી ત્યારે અચાનક એન્જિનના અનલોડર વાલ્વમાંથી હવાનું દબાણ લીક થવા લાગ્યું. ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે ટ્રેન નંબર 05497 અપ નરકટિયાગંજ ગોરખપુર પેસેન્જર ટ્રેન વાલ્મિકીનગર અને પાનિયાવા વચ્ચે 298/20 કિલોમીટર નજીક પુલ નંબર 382 પર પહોંચી હતી. જ્યાં એન્જિન (લોકો)ના અનલોડર વાલ્વમાંથી અચાનક હવાનું દબાણ લીક થવા લાગ્યું. જેના કારણે, MR દબાણ ઘટ્યું અને ટ્રેક્શન બંધ થઈ ગયું. જેના કારણે યાત્રા વચ્ચે આવેલા બ્રિજ પર ટ્રેન ઉભી રહી ગઈ હતી.

લોકો પાઈલટના સાહસને કારણે ટ્રેનની સમસ્યા દૂર થઈ 

પુલની વચ્ચે ટ્રેન રોકાઈ ગયા પછી તેને ઠીક કરવાનો કોઈ રસ્તો નહોતો. આ દરમિયાન, લોકો પાઈલટ અજય કુમાર યાદવ અને સહાયક લોકો પાઈલટ નરકટિયાગંજ રણજીત કુમાર કોઈક રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને બ્રિજ પર લટકીને અને ક્રોલ કરીને જ્યાં લોકોમાંથી લીકેજ હતું ત્યાં પહોંચ્યા. આ પછી, બંનેએ અનલોડર વાલ્વમાંથી હવાનું દબાણ લીકેજને ઠીક કર્યું. આ પછી ટ્રેનને તેના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવી હતી.

પેસેન્જર ટ્રેનના બંને લોકો પાઇલટ માટે પુરસ્કાર

પેસેન્જર ટ્રેનના બંને લોકો પાઈલટના સાહસિક કાર્યની ખૂબ પ્રશંસા થઈ રહી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, તેઓ હવાના દબાણના લીકેજને કેવી રીતે ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે માહિતી મળ્યા બાદ સમસ્તીપુર રેલવે ડિવિઝનના ડીઆરએમ વિનય શ્રીવાસ્તવે પણ બંને લોકો પાઈલટની હિંમત અને જુસ્સાને જોતા 10,000 રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.

આ પણ જુઓ: ભારતીય વિદ્યાર્થીઓને ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનકાર્ડની જાહેર ઑફર, જાણો શું કહ્યું?

Back to top button