ટ્રેન્ડિંગયુટિલીટી

સ્કેમર્સની ચાલ થશે ફેઇલ! આ 3 ફોન નંબર સીરિઝ તમને છેતરાતા બચાવશે

TRAI phone number series: આજના સમયમાં સ્માર્ટફોન પર અજાણ્યા નંબર પરથી સતત કોલ્સ આવતા રહે છે. આવી સ્થિતિમાં સૌથી પહેલો વિચાર એ જ આવે છે કે ક્યાંક આ કોઈ સ્કેમર કે સાયબર ફ્રોડનો કોલ તો નથી ને! છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ઠગાઈના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેના કારણે લોકો હવે અજાણ્યા નંબર પરથી આવતા કોલ પર જલ્દી વિશ્વાસ નથી કરતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ તમામ બાબતોના કારણે ફોન પર વાત કરવાનો અનુભવ પણ ક્યારેક ખરાબ થઈ જતો હોય છે. પરંતુ હવે એક એવો રસ્તો છે જેનાથી કોલ ઉપાડતા પહેલા જ તેના વિશે થોડી જાણકારી મળી શકે છે. આ માટે તમારે 3 વિશેષ ફોન નંબર સિરીઝ વિશે જાણવું જરૂરી છે.

પારદર્શિતા વધારવા માટે TRAI ના નવા નિયમો:

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ અલગ-અલગ પ્રકારના કોલ્સને ઓળખવા માટે ચોક્કસ નંબર સિરીઝ સંબંધિત નિયમો બનાવ્યા છે. આ સિરીઝ ફોન નંબરની શરૂઆતમાં જ જોઈ શકાય છે.

આ પણ વાંચોઃ Duleep Trophyની સેમિફાઇનલમાં કેપ્ટન તિલક વર્માએ ફટકારી શાનદાર સદી

  • 140 નંબર સિરીઝ (Promotional Calls): આ સિરીઝનો ઉપયોગ પ્રોમોશનલ અથવા માર્કેટિંગ કોલ્સ માટે થાય છે. જો કોઈ કંપની પોતાના પ્રોડક્ટ, સર્વિસ કે કોઈ ઓફરની જાહેરાત માટે કોલ કરે છે, તો તેમાં 140 સિરીઝ જોવા મળે છે. જો તમને આવી જાહેરાતમાં રસ ન હોય તો તમે કોલ સહેલાઈથી અવગણી શકો છો.

  • 1600 નંબર સિરીઝ (Banking & Transactional Calls): આ સિરીઝનો ઉપયોગ બેંકિંગ અને નાણાકીય ટ્રાન્ઝેક્શન સંબંધિત સેવાઓ માટે થાય છે. બેંક કે ફાઈનાન્સિયલ સંસ્થાઓ તરફથી આવતા જરૂરી કોલ્સ માટે આ સિરીઝ વપરાય છે, જેથી ગ્રાહકો તેને સ્કેમ કોલ ન સમજે.

  • 1601 નંબર સિરીઝ (Utility Services Calls): આ સિરીઝનો ઉપયોગ યુટિલિટી અને જરૂરી સેવાઓ સાથે જોડાયેલા કોલ્સ માટે થાય છે. જેમ કે LPG ગેસ સિલિન્ડર ડિલિવરી, વીજળી, પાણી અથવા અન્ય આવશ્યક સેવાઓ સંબંધિત માહિતી આપવા માટે સર્વિસ પ્રોવાઈડર્સ આ સિરીઝનો ઉપયોગ કરે છે.

સાયબર ફ્રોડથી બચવા માટે ખાસ સાવચેતી:

કોઈપણ નંબર સિરીઝ જોઈને જ કોલને 100% સુરક્ષિત ન માની લેવો જોઈએ. જો કોલ કરનાર વ્યક્તિ તમારી પાસે OTP, UPI PIN, બેંક પાસવર્ડ કે અન્ય કોઈ પણ સંવેદનશીલ માહિતી માંગે તો આવી વિગતો ક્યારેય શેર કરશો નહીં. આ ત્રણ નંબર સિરીઝ વિશે જાણકારી રાખવાથી અજાણ્યા કોલ્સને સમજવામાં અને સાયબર ઠગાઈથી બચવામાં મદદ મળશે.

આ પણ વાંચોઃ ખરતા તારાને જોઈને કેમ મંગાય છે ઈચ્છા? જાણો આ પાછળનું સાચું વિજ્ઞાન અને રસપ્રદ ઈતિહાસ

Back to top button