અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની રોંગ સાઈડ ડ્રાઇવ: હાઇકોર્ટની ટકોર બાદ સઘન કાર્યવાહી

અમદાવાદ 18 જુલાઈ 2025: અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન રોકવા માટે ટ્રાફિક પોલીસે વૈષ્ણવદેવી સર્કલ સહિત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને હેલમેટ સહિતના નિયમોની ચકાસણી માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે. આ કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ શરૂ કરવામાં આવી છે, જેમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસે રોંગ સાઈડ ડ્રાઇવિંગ, હેલમેટ વિના વાહન ચલાવવું અને અન્ય ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર નજર રાખવા માટે આગામી એક સપ્તાહ સુધી આ ડ્રાઇવ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. શહેરના વિવિધ મહત્વના પોઈન્ટ્સ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં નિયમોનું પાલન ન કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, આ ડ્રાઇવનો હેતુ શહેરમાં ટ્રાફિક શિસ્ત જાળવવી અને રોડ સેફ્ટીને પ્રોત્સાહન આપવાનો છે. નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સલામત ડ્રાઇવિંગ માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
Back to top button