ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

પર્યટકો આનંદો: ધોળાવીરાથી સાંતલપુરના રાષ્ટ્રીય ધોરીમાર્ગના બીજા લેન માટે 575.07 કરોડની મંજૂરી

  • ‘રોડ ટુ હેવન’ અને ધોરડો પણ ભવિષ્યમાં સરળતાથી પહોંચાશે

ભુજ, 03 જુલાઇ 2025: Destination Kachchh દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં સડક પરિવહન સૌથી વધુ સુગમ છે અને અંતરિયાળ ગામો સુધી પહોંચવા માટે સારા રસ્તાઓ અનિવાર્ય છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાંથી હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નસીબ થઇ રહ્યા છે. કચ્છને બાજુના જિલ્લાઓ પાટણ, બનાસકાંઠાથી જોડતા ઘડુલી સાંતલપુર નેશનલ હાઇવે પૈકીના ધોળાવીરાથી સાંતલપુર સુધીના બીજા લેન માટે કેન્દ્ર સરકારે 575.07 કરોડની મંજૂરી આપી છે. ખુદ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપી છે.

106.10 કિમી રસ્તો બે લેનમાં પરિવર્તિત થશે

ધોળાવીરાથી ગુજરાતમાં સાંતલપુર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-754 કિમી લાંબા 106.10 કિમી લાંબા ભાગને 2-લેન વિથ પેવ્ડ શોલ્ડર સ્ટાન્ડર્ડ સુધીની સુધારણા કરવા માટે રૂ. ૫૭૫.૦૭ કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. ગડકરીએ તેમના X હેન્ડલમાં જણાવ્યું છે કે, આ વિભાગ કચ્છના રણને જોડતી એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કડી બનાવે છે. કચ્છના દૂરના અને શુષ્ક વિસ્તારો અને ગુજરાતના બાકીના ભાગો વચ્ચે જોડાણમાં સુધારો કરશે, તેને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 (પૂર્વ-પશ્ચિમ કોરિડોર) સાથે જોડી શકાશે. પરિણામે ઉત્તર કે મધ્ય ગુજરાતમાંથી આવતા પર્યટકો કે અન્ય વાહનો માટે કચ્છના ધોળાવીરા અને ધોરડો સુધીના રસ્તાની સુગમતા થશે.

આ પણ વાંચો:કચ્છમાં ગામડાઓનો વિકાસ થાય તે જોવાની જવાબદારી નવા સરપંચો નિભાવે

વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાના પ્રવાસનમાં થશે વધારો  

કચ્છમાં ખાસ કરીને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાન  પ્રવાસનમાં નોંધપાત્ર વધારો કરશે. આ ઉપરાંત ખનિજ અને મીઠા ઉદ્યોગો માટે કોરિડોર સમાન આ રસ્તો બની રહેશે. કારણ કે, અંતરિયાળ ભાગોમાંથી આ રસ્તો પસાર થઇ રહ્યો છે.

હાલનો રસ્તો ગીચ અને અકસ્માતો થવાની સંભાવના

હાલનો રસ્તો ગીચ છે અને વારંવાર અકસ્માતો થવાની સંભાવના ધરાવે છે. 2-લેન વિથ પેવ્ડ શોલ્ડર સુધી અપગ્રેડ કરવાથી ભીડ ઓછી થશે, માર્ગ સલામતી વધશે અને વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, જેનાથી મુસાફરોનો અનુભવ સારો થશે અને માઇલેજમાં સુધારો થશે.

‘રોડ ટુ હેવન’ આકર્ષણનું કેન્દ્ર

RH-HDNEWS

ઘડુલી સાંતલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગના ખાવડાથી ધોળાવીરા વચ્ચેનો 30 કિલોમીટરનો માર્ગ ‘રોડ ટુ હેવન’ તરીકે ઓળખાય છે અને પર્યટકો માટે તે આકર્ષણનું કેન્દ્ર છે કારણ કે બંને બાજુ સફેદ રણ છે. આ રસ્તાને ‘રોડ ટુ હેવન’નું નામ આપનારા ધોળાવીરાના જીલુભા સોઢાના કહેવા મુજબ, ત્રણ ભાગમાં રસ્તો છે. હાલમાં સાંતલપુરથી ધોળાવીરા સુધી 2લેનનો બનશે અને ત્યારબાદ ધોરડો અને ઘડુલી સુધી આગળ વધશે. આ રસ્તાના લીધે વાહનવ્યહારને સુગમતા થશે.

આ પણ વાંચો:બનાસકાંઠામાં બઘડાટી: વડગામ તાલુકામાં 8.6 ઇંચ વરસાદ

Back to top button