ટ્રેન્ડિંગનેશનલમીડિયા

પશ્ચિમ બંગાળમાં TMC નેતા જહાંગીર ખાનની પત્ની સરીના બીબીની ધરપકડ

Sarina Bibi arrested: પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો વધારનારી એક મોટી ઘટનામાં TMCના ફાલ્ટા વિસ્તારના ઉમેદવાર જહાંગીર ખાનની પત્ની સરીના બીબીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સરીના બીબી પોતાના પતિને પોલીસ કસ્ટડીમાંથી છોડાવવાનો પ્રયાસ કરી રહી હતી અને આ દરમિયાન તેણે પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો.

27 લોકોની ધરપકડ

ડાયમંડ હાર્બર પોલીસે માહિતીના આધારે કાર્યવાહી કરતાં સરીના બીબીને દક્ષિણ 24 પરગણા વિસ્તારમાંથી ઝડપી પાડી હતી. પોલીસને જાણ મળી હતી કે તે કાર બુક કરીને ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. પોલીસે તેની સામે અનેક બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર કેસમાં અત્યાર સુધી કુલ 27 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસના જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા સરીના બીબીના નેતૃત્વમાં કેટલાક લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જહાંગીર ખાનને ગેરકાયદેસર રીતે છોડાવવાનો પ્લાન બનાવ્યો હતો. ગામના કેટલાક પુરુષો અને મહિલાઓ પણ તેમાં સામેલ હતા. પોલીસ પર હુમલો કરવાની પણ યોજના હોવાનો આરોપ છે.

પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી

પરિસ્થિતિ બેકાબૂ બનતા સેન્ટ્રલ ફોર્સ અને સ્થાનિક પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી હતી. CCTV ફૂટેજમાં કેટલાક લોકો ભાગદોડ દરમિયાન તળાવમાં પડી જતા પણ જોવા મળ્યા હતા. ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને હોબાળો મચી ગયો હતો.

પોલીસે આ મામલે પોતે જ FIR નોંધાવી હતી અને સરીના બીબીની સતત શોધખોળ ચલાવી રહી હતી. ચોક્કસ લોકેશન મળ્યા બાદ પોલીસે કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે અને પૂછપરછ ચાલુ છે.

આ ઘટનાના બીજા દિવસે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેંદુ અધિકારી ફાલ્ટા ખાતે એક સરકારી કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોલીસને આ ઘટનામાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવા અને કાયદાની અંદર લાવવા સૂચના આપી હતી.

આ પણ વાંચો : VIDEO: JCBના ટાયરમાં હવા ભરતા બ્લાસ્ટ થયો, 15 ફુટ હવામાં ફંગોળાયા, એકનું મોત

Back to top button