કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

લ્યો બોલો! પાણીના ટાંકામાં ઝેર ભેળવી આખા ગામને મારી નાખવાની ધમકી…

ભાવનગર  11 ઓક્ટોબર 2025: ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણા ગામમાં પીવાના પાણીના ટાંકામાં ઝેરી દવા નાખી આખા ગામને મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. ઉપ-સરપંચના પિતાને જૂની અદાવતમાં ધમકાવવામાં આવ્યા હતા. આ અંગે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે વલ્લભીપુર પોલીસ સ્ટેશન મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, ફરિયાદી પરેશપુરી કૈલાસપુરી ગોસ્વામી (ઉં.વ. ૫૧, વ્યવસાયે પુજારી, રહે.ભીડભંજન મહાદેવ મંદિર, પાટણા)એ જણાવ્યુંકે, બપોરના સમયે તેઓ મંદિરની બહાર સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન ગામના અશોકભાઈ ઉર્ફે કાળી મકોડભાઈ વાઘેલા ત્યાં આવ્યો અને તેમને તથા ગ્રામ પંચાયતના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આરોપી અશોકએ પરેશપુરીને ગાળો આપીને કહ્યું કે, ગ્રામ પંચાયતની બોડીના તમામ લોકોના પગ કાપી નાખવાના છે તથા તારો દીકરો એકલો મળે એટલે તેને મારી નાખવો છે. આ સાથે જ આરોપીએ ગામના પીવાના પાણીના ટાંકામાં ઝેરી દવા નાખી આખા ગામને મારી નાખવાની પણ ધમકી આપી હતી. ધમકી આપ્યા બાદ આરોપી અશોક પોતાનું નંબર વગરનું વાદળી કલરનું ટ્રેક્ટર પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવીને ત્યાંથી નીકળી ગયો હતો.

આ ઘટના પાછળનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. અશોક વાઘેલા અગાઉ ગ્રામ પંચાયતમાં સખી મંડળ હસ્તક પાણી વિતરણની નોકરી કરતો હતો, પરંતુ સરપંચ દ્વારા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ફરિયાદીનો દીકરો નયનપુરી હાલમાં ઉપસરપંચ હોવાથી તેની દાઝ રાખીને આ ધમકીઓ આપવામાં આવી હતી.

પરેશપુરી ગોસ્વામીએ સૌપ્રથમ સરપંચ હરદેવસિંહ વાઘેલાને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ તેમણે 112 જનરક્ષક હેલ્પલાઈન પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. 112 વાહન આવતા પોલીસે આરોપી અશોક વાઘેલાને પડીને વલ્લભીપુર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ફરિયાદી પરેશપુરી, સરપંચ હરદેવસિંહ વાઘેલા, પ્રવિણસિંહ જીલુભાઈ બારડ અને કીરીટ રામભાઈ ગઢવી સાથે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નેંધાવવા પહેંચ્યા હતા.

આ પણ વાંચો: ખેડૂતોની ધીરજ ખૂટી, 20 વર્ષની અવગણના બાદ સ્વખર્ચે રસ્તાનું રિપેરિંગ કામ શરુ કર્યું!

Back to top button