સિમ બાઈન્ડિંગ નિયમ શું છે? જાણો 1 જાન્યુઆરીથી વ્હોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ પર શું થશે અસર

SIM Binding Rule India : ભારત સરકારના દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા દેશમાં ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમ રોકવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં મેસેજિંગ એપ્સ માટે સિિમ બાઈન્ડિંગ (SIM Binding) નિયમ લાગુ કરવા માટે ૩૧ ડિસેમ્બરની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2027થી આ નિયમ સંપૂર્ણપણે અમલી બનશે, જેની સીધી અસર વ્હોટ્સએપ (WhatsApp), ટેલિગ્રામ સહિતની અનેક સોશિયલ મીડિયા મેસેજિંગ એપ્સ પર જોવા મળશે.
શું છે સિિમ બાઈન્ડિંગ નિયમ?
દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે તમામ મેસેજિંગ એપ્સે એ સુનિશ્ચિત કરવું પડશે કે જે એકાઉન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે, તેની સંબંધિત સિિમ કાર્ડ તે જ સ્માર્ટફોનમાં સક્રિય (Active) હોવી જરૂરી છે.
અત્યાર સુધી એવું બનતું હતું કે જો યુઝર પોતાના ફોનમાંથી સિિમ કાર્ડ કાઢી લે અથવા સિિમ બંધ થઈ જાય, તો પણ ઈન્ટરનેટ અને વાઈ-ફાઈ (Wi-Fi) ની મદદથી વ્હોટ્સએપ તે જ નંબર પર સતત ચાલતું રહેતું હતું. સાયબર ઠગો આ ખામીનો લાભ ઉઠાવીને નિષ્ક્રિય કે બંધ થયેલા નંબરો પરથી લોકોને પોતાની છેતરપિંડીનો ભોગ બનાવતા હતા.
નિયમ લાગુ થયા પછી શું બદલાશે?
મેસેજિંગ એપ્સ માટે સિિમ બાઈન્ડિંગ નિયમ લાગુ થયા પછી:
-
જો કોઈ વ્યક્તિ વ્હોટ્સએપ વાપર્યા બાદ ફોનમાંથી સિિમ કાર્ડ કાઢી લેશે અથવા સિિમ બંધ કરાવશે, તો તે જ ક્ષણે ફોનમાં વ્હોટ્સએપ કામ કરતું બંધ થઈ જશે.
-
એકાઉન્ટ ચાલુ રાખવા માટે તે સિિમ કાર્ડનું ફોનમાં હોવું અને નેટવર્ક સાથે જોડાયેલા રહેવું ફરજિયાત બનશે.
બેંકિંગ એપ્સની જેમ વધશે સુરક્ષા
તમને જણાવી દઈએ કે ભારતમાં તમામ બેંકિંગ અને યુપીઆઈ (UPI) એપ્સમાં સિિમ બાઈન્ડિંગ ફીચર પહેલેથી જ સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. ફોનમાંથી સિિમ કાર્ડ કાઢતાની સાથે જ બેંકિંગ એપ્સ લોગ-આઉટ થઈ જાય છે, જે યુઝર્સની નાણાકીય સુરક્ષા માટે શ્રેષ્ઠ સુવિધા માનવામાં આવે છે. હવે આ જ સુરક્ષા સ્તર મેસેજિંગ એપ્સ માટે પણ લાગુ કરવામાં આવી રહ્યું છે.
કઈ-કઈ એપ્સ પર પડશે અસર?
આ નવા કાયદા હેઠળ દેશમાં કાર્યરત મુખ્ય મેસેજિંગ એપ્સને આવરી લેવામાં આવશે, જેમાં:
-
વ્હોટ્સએપ (WhatsApp)
-
ટેલિગ્રામ (Telegram)
-
સ્નેપચેટ (Snapchat)
-
સિગ્નલ (Signal)
-
જિયો ચેટ (JioChat), શેરચેટ (ShareChat), અરાટ્ટાઈ (Arattai) અને જોશ (Josh) જેવી દેશી એપ્સનો પણ સમાવેશ થાય છે.
વ્હોટ્સએપ વેબ અને ડેસ્કટોપ યુઝર્સનું શું થશે?
લેપટોપ કે કમ્પ્યુટર પર વ્હોટ્સએપ વેબ (WhatsApp Web) અને ડેસ્કટોપ એપનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે આ નિયમ કેવી રીતે કામ કરશે, તે અંગે દૂરસંચાર વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ વિસ્તૃત માર્ગદર્શિકા (Guidelines) જારી કરવામાં આવશે. તેના સમયગાળા અને લોગ-ઈન મર્યાદા અંગે પણ નવા નિયમો આવી શકે છે.











