ટ્રેન્ડિંગમનોરંજન

શોલેના સેટ પર ધર્મેન્દ્રએ આ રીતે હેમા માલિનીને કર્યો હતો પ્રેમનો ઈઝહાર

  • સિપ્પીએ કહ્યું, તેઓ મુડમાં હતા, તેમણે કેટલાક પેગ પીધા હતા. તેઓ વોટર ટેન્ક પર ચડી રહ્યા હતા ત્યારે મેં તેમને ચડતા જોયા હતા

HD ન્યુઝ ડેસ્કઃ ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, હેમા માલિની અને જયા બચ્ચનની ફિલ્મ શોલે Sholay હિન્દી સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક છે. તેની રિલીઝને 50 વર્ષ થઈ ગયા છે, તેની લોકપ્રિયતા એટલી છે કે તે ડિસેમ્બર 2025માં રી-રિલીઝ પણ થઈ છે. હવે ફિલ્મના દિગ્દર્શક રમેશ સિપ્પીએ જણાવ્યું છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્ર અને હેમાનો પ્રેમ તેની પીક પર હતો. Dharmendra declared his love to Hema Malini

ધર્મેન્દ્ર માટે તે ખરેખર રિયલ મુમેન્ટ હતી

સિપ્પીએ કહ્યું, તેઓ મુડમાં હતા, તેમણે કેટલાક પેગ પીધા હતા. તેઓ વોટર ટેન્ક પર ચડી રહ્યા હતા ત્યારે મેં તેમને ચડતા જોયા હતા. તેણે મને કહ્યું હતું કે કંઈ નહીં થાય, આ બધી ફક્ત એક્ટિંગ છે. પછી મેં તેને છૂટ આપી કારણ કે તે આ બધાની સામે તેની કબૂલાત હતી. તેમણે કહ્યું કે આ સાતા પ્રેમનું કન્ફેશન છે અને પછી ધર્મેન્દ્રએ તેમાં પોતાનું સર્વસ્વ લગાવી દીધું.

ધર્મેન્દ્રના સાચા ઈમોશન્સ જોવા મળ્યા

રમેશ સિપ્પીએ કહ્યું કે ધર્મેન્દ્રએ આ ક્ષણ પર ઘણું ઈન્વેસ્ટ કર્યું કારણ કે તે હેમા પ્રત્યેની તેમની વાસ્તવિક લાગણીઓ હતી. સિપ્પીએ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા તે ક્ષણ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, ફિલ્મમાં જે કંઈ થઈ રહ્યું હતું તે વાસ્તવિક જીવનમાં થઈ રહ્યું હતું, તેથી તે સારું લાગ્યું. મને પણ લાગ્યું કે તે ફિલ્મ માટે સારું છે કારણ કે પડદા પર વાસ્તવિક રોમાંસ દેખાશે.

આ પણ વાંચોઃ સ્ટાર બન્યા બાદ અક્ષયકુમાર મિસ કરે છે આ મિડલ ક્લાસ આદત, હવે નથી કરી શકતો આ કામ

Back to top button