ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

બેન્ક લોન ગેરંટર બનતા પહેલા બે વખત વિચારો, નામ હટાવવું એટલું આસાન નથી 

નવી દિલ્હી, 4 નવેમ્બર, 2025: જીવનમાં ઘણી વખત એવા પ્રસંગો આવે છે, જ્યારે તમારા પરિવારના સભ્ય, દોસ્ત કે દૂરના સબંધીઓને બેન્કમાંથી લોન લેવાની જરૂર પડી શકે છે. બેન્ક લોન આપવા સામે જામીનદાર (ગેરંટર)ની માંગ પણ કરે છે. દોસ્તો અને સંબંધીઓના કહેવા પર આપણમે ગેરંટર બનવા તૈયાર પણ થઇ જઇએ છીએ. ગેરંટ બન્યા બાદની જવાબદારીઓની જાણકારી અનેક લોકોને હોતી નથી અને બાતમાં તેઓને આ નિર્યણને કારણે પસ્તાવુ પડે છે.

જો ભવિષ્યમાં કોઇ તમને બેન્ક લોન ગેરંટર બનવાની વાત કરે તો, તમને તેની સમગ્ર જાણકારી હોવી જોઇએ, જેથી તમારે કોઇ પણ પરેશાનીનો સામનો કરવો ન પડે. તેની સાથે જ એ પણ જાણવું જરૂરી છે કે એક વખત બેન્ક ગેરંટ બન્યા પછી તમે તમારું નામ હટાવી શકતા નથી.

લોન ગેરંટર ની જવાબદારીઓ શું છે?

જો કોઈ લોન માટે ગેરંટર બને છે, તો તેનો અર્થ એ છે કે તે લોન માટે સંપૂર્ણ જવાબદારી સ્વીકારે છે. આનો અર્થ એ છે કે જો લોન લેનાર લોન ચૂકવી શકતો નથી, તો બેંક ગેરંટર પાસેથી સીધા પૈસા વસૂલ કરી શકે છે.

ભારતીય કરાર કાયદો, 1872ની કલમ 128 હેઠળ, ગેરંટરની જવાબદારી લોન લેનાર જેટલી જ છે. આનો અર્થ એ છે કે જો ચુકવણી ન થાય તો બેંક ગેરંટર પાસેથી બાકી રકમ વસૂલ કરી શકે છે.

શું ગેરંટર બન્યા પછી તમારું નામ દૂર કરવું શક્ય છે?

જો તમે કોઈની લોન માટે ગેરંટર છો અને હવે તમારું નામ દૂર કરવા માંગો છો, તો ચોક્કસ ખાસ પરિસ્થિતિઓ પૂરી કરવી આવશ્યક છે. આ ફક્ત ત્યારે જ થઈ શકે છે જો લોન લેનાર વ્યક્તિગત રીતે બેંકને તમારું નામ દૂર કરવા વિનંતી કરે અને એક નવો ગેરંટર તમારી જગ્યાએ ઊભા રહેવા તૈયાર હોય. વધુમાં, કેટલાક કિસ્સાઓમાં, તમે કાનૂની સલાહ લઈ શકો છો અને ચોક્કસ પરિસ્થિતિઓના આધારે, ગેરંટરમાંથી તમારું નામ દૂર કરી શકો છો.

તમારે કોઈના લોન ગેરંટર બનવાનું કાળજીપૂર્વક વિચારવું જોઈએ. જો તમે લોન ગેરંટર બનવાનું નક્કી કર્યું હોય, તો તમારે તે વ્યક્તિની નાણાકીય પરિસ્થિતિથી વાકેફ હોવું જોઈએ. વધુમાં, જો તમે લોનની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવા તૈયાર હોવ તો જ તમારે ગેરંટર બનવું જોઈએ.

આ પણ વાંચોઃ સેન્સેક્સ અને નિફ્ટીમાં આગળ વધતી નરમાઇ, બન્ને નિર્દેશાંકો ફ્લેટ ખુલ્યા

Back to top button