ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

NSDLથી SBI સહિત પાંચ રોકાણકારોને 39900%નો ફાયદો, 2 રૂપિયાનો શેર 800માં વેચવાની તૈયારી

નવી દિલ્હી, 29 જુલાઇ, 2025: દેશની સૌથી મોટી બેન્ક SBI તેમજ IDBI જેવી સંસ્થાઓ NSDLની પ્રારંભિક જાહેર ઓફરમાં 39,900 ટકા ફાયદો કરશે. કેમ કે આ બન્નેએ 2-2 રૂપિયામાં શેર ખરીદ્યા હતા. હવે ઇસ્યુમાં 800-800માં વેચશે. કંપનીનો આઇપીઓ 30 જુલાઇએ ખુલશે. જોકે આ ઇસ્યુથી કોઇ કંપનીને પૈસા નહી મળે, કેમ કે અગાઉના તમામ સંસ્થાકિય રોકાણકારો હિસ્સો વેચી રહ્યા છે.

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) IPO દ્વારા 4,000 કરોડ રૂપિયા એકત્ર કરશે. SBIઆ IPOમાં 40 લાખ શેર વેચી રહી છે. SBI અને IDBI બેંક NSDLના પ્રારંભિક સંસ્થાકીય રોકાણકારો છે. શરૂઆતમાં આ ઇશ્યૂમાં રોકાણ કરનારા રોકાણકારોને આ સમયે મોટો નફો મળી રહ્યો છે. SEBIના નિયમો અનુસાર, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને IDBI બેંક જેવી કંપનીઓએ કોઈપણ સંસ્થામાં 15 ટકાથી ઓછો હિસ્સો રાખવો પડે છે. તેના પરિણામે, આ વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ (શેરવેચાણ) થઈ રહ્યું છે.

અનલિસ્ટેડ ભાવ કરતાં 22 ટકા ઓછા ભાવે ઇશ્યૂ

  • NSDLએ IPOમાં શેરની કિંમત 760થી 800 રૂપિયા વચ્ચે નક્કી કરી છે. અનલિસ્ટેડ બજારમાં તેની કિંમત 1,025 રૂપિયા છે. એટલે કે, ઇશ્યૂમાં કિંમત 22 ટકા ઓછી રાખવામાં આવી છે. અગાઉ તે 1,275 રૂપિયા સુધી વધી ગઈ હતી.
  • ટાટા ટેકનોલોજી, HDB ફાઇનાન્શિયલ સર્વિસિસ અને PB ફિનટેક જેવી કંપનીઓએ પણ IPOમાં તેમના શેરની કિંમત અનલિસ્ટેડ બજાર કરતાં ઓછી રાખી હતી. આનો ફાયદો એ છે કે લિસ્ટિંગ પરના શેરમાં સારો ઉછાળો જોવા મળી શકે છે.

બજાર મૂડી 16000 કરોડ રૂપિયા થશે

  • શેરના લિસ્ટિંગ પછી, NSDLની બજાર મૂડી 16,000 કરોડ રૂપિયા થશે. તેનો 2024-25માં ચોખ્ખો નફો 343 કરોડ રૂપિયા હતો. આવક 1,535 કરોડ રૂપિયા હતી.

નોંધનીય છે કે દેશમાં બે ડિપોઝિટરી કંપનીઓ છે: CDSL એટલે કે સેન્ટ્રલ ડિપોઝિટરીઝ ઇન્ડિયા લિમિટેડ અને NSDL. CDSL પહેલેથી જ લિસ્ટેડ છે. તેની શરૂઆત BSE દ્વારા કરવામાં આવી હતી. NSDLની શરૂઆત નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ભારત-રશિયાના સંબંધો વિશે અમેરિકા અને NATOને ભારતનો સણસણતો જવાબ

Back to top button