
- કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતની નેતાગીરીથી અત્યંત નારાજ
- ધારાસભ્યોમાં અંદરો અંદર વિરોધ વંટોળ ઊભો થયો
- કોંગ્રેસને ગુજરાતમાંથી ખતમ કરવાનું જાણે ષડયંત્ર રચ્યું
ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ચૂંટણીમાં 35 જેટલી બેઠક પર સોદાબાજી કરી હતી. તથા સંગઠનમાં ફેરફાર મુદ્દે દિલ્હીમાં બેઠક મળતાં નેતા માંદા પડયા હતા. તેમજ રહ્યા સહ્યા MLA ભાજપભેગા થાય તે પહેલાં અમિત ચાવડા બદલાશે તેવા સુર ઉઠ્યા છે. તેમજ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્માના વિકલ્પ મુદ્દે દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સાધન સહાય માટેની સબસીડી મેળવવા ખેડૂતોને ધરમ ધક્કા
કોંગ્રેસના નેતાઓએ ઓછામાં ઓછી 35 જેટલી ટિકિટોમાં સોદાબાજી કરી
વિધાનસભાની ચૂંટણી સમયે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ઓછામાં ઓછી 35 જેટલી ટિકિટોમાં સોદાબાજી કરી હતી, નાણાંની લેતીદેતીમાં ટિકિટોની રીસતર સોદાબાજી થઈ હતી, એટલું જ નહિ પરંતુ દિલ્હી દરબારમાં નક્કી થયેલા નામોમાં ય ગોટાળા થયા હોવાનો ગણગણાટ છે.
આ પણ વાંચો: મોરબીમાં ગુલ્લીબાજ કર્મચારીઓ પર તવાઇ, પરિપત્ર આજથી અમલી
કોંગ્રેસને ગુજરાતમાંથી ખતમ કરવાનું જાણે ષડયંત્ર રચ્યું
ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ જ કોંગ્રેસને ગુજરાતમાંથી ખતમ કરવાનું જાણે ષડયંત્ર રચ્યું હોય તેમ કોંગ્રેસ 77 બેઠકો પરથી માંડ 17 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. હવે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે મૃતઃપ્રાય ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવા દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થયો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી દોડયા છે. પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને હટાવી નવા નેતાની પસંદગી માટે કવાયત શરૂ કરાઈ છે.
આ પણ વાંચો: સરકારની આ યોજનામાં પ્રાઈવેટ સ્કૂલમાં વિદ્યાર્થીને રૂ.20થી 25 હજાર સુધી સ્કોલરશિપ મળશે
ધારાસભ્યોમાં અંદરો અંદર વિરોધ વંટોળ ઊભો થયો
બીજી તરફ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સામે પણ ધારાસભ્યોમાં અંદરો અંદર વિરોધ વંટોળ ઊભો થયો છે. ચાવડાથી નારાજ કેટલાક ધારાસભ્યો આગામી દિવસોમાં ભાજપ ભેગા થવાની તૈયારીમાં છે. આ મુદ્દો પણ દિલ્હી પહોંચ્યો છે. આ સંજોગોમાં ચાવડાના સ્થાને નવા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માટે પણ મનોમંથન થાય તેવો વર્તારો છે. હાઈકમાન્ડની બેઠક વેળાએ એક નેતા માંદા પડતાં તેઓ દિલ્હી પહોંચ્યા નથી.
આ પણ વાંચો: અમદાવાદ: AMC કમિશનરે આ બાબતે વિજિલન્સ તપાસની સૂચના આપી
કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતની નેતાગીરીથી અત્યંત નારાજ
ગુજરાત વિધાનસભાના પરિણામો બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતની નેતાગીરીથી અત્યંત નારાજ છે. ગુજરાતની પ્રદેશ નેતાગીરી પર હાઈકમાન્ડને ભરોસો રહ્યો નથી એટલે જ નીતિન રાઉતની આગેવાનીમાં હાઈકમાન્ડે પોતે જ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી હતી અને હારના સાચા કારણો જાણવા આ ટીમને ગુજરાત મોકલવામાં આવી હતી. ટિકિટોમાં નાણાંની લેતીદેતી થયાના ચૂંટણી સમયે ખુદ કોંગ્રેસના જ આગેવાનોએ જાહેરમાં આક્ષેપો કર્યા હતા, કોંગ્રેસે મોકલેલી ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી સમક્ષ પણ આગેવાનોએ આ મામલે ફરિયાદો કરી હતી.












