મે મહિનામાં બે વખત ગ્રહોના રાજકુમારનું ગોચર, આ 3 રાશિ પર થશે મહેરબાન

- ગ્રહોનો રાજકુમાર બુધ પણ મે 2025ના મહિનામાં એક નહીં પરંતુ બે વાર તેની ગતિ બદલશે. આમાં સૌ પ્રથમ બુધ 7 મે 2025, બુધવારે મેષ રાશિમાં પ્રવેશ કરશે
HD ન્યુઝ ડેસ્કઃ ગ્રહોનું રાશિ પરિવર્તન એ એક સામાન્ય ખગોળીય ઘટના છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને ખૂબ જ મહત્ત્વની માનવામાં છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિચક્રમાં ફેરફાર અથવા ગ્રહોની ગતિ સમગ્ર રાશિ પર અસર કરે છે. આ ક્રમમાં ગ્રહોનો રાજકુમાર બુધ પણ મે 2025ના મહિનામાં એક નહીં પરંતુ બે વાર તેની ગતિ બદલશે. આમાં સૌ પ્રથમ બુધ 7 મે 2025, બુધવારે મેષ રાશિમાં પ્રવેશ કરશે અને પછી બુધ 23 મે 2025, શુક્રવારે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહની ચાલમાં આ બે ફેરફારો પસંદગીની 3 રાશિઓને લાભ આપશે.
મેષ (અ,લ,ઈ)
મેષ રાશિમાં બુધના આગમનથી આ જાતકોને જબરદસ્ત લાભ મળશે. આ લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેમને તેમના સાસરિયાઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. વ્યવસાયની આવક વધવાને કારણે નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે. ઉપરાંત પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારીનો વાસ રહેશે. નોકરી કરતા લોકો અને વિદ્યાર્થીઓ માટે આ સમય સારો સાબિત થવાનો છે. તેમને કારકિર્દીમાં પ્રગતિની તકો મળશે. પરિવારના સભ્યો સાથે ધાર્મિક યાત્રાઓ પણ શક્ય છે.

સિંહ (મ,ટ)
સિંહ રાશિમાં જન્મેલા લોકોને બુધના ગોચરથી ઘણો ફાયદો થશે. જો આ લોકોના કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યા હોય, તો તેનો ઉકેલ આવશે. આવકના સ્ત્રોતોમાં વધારો થવાથી, નાણાકીય સ્થિતિ મજબૂત થશે. વાહન કે જમીન ખરીદવાની યોજનાઓ સફળ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પારિવારિક સમસ્યાઓમાંથી થોડી રાહત મળવાની શક્યતા રહેશે. સિંહ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે.
ધનુ (ભ,ધ,ફ,ઢ)
ધનુ રાશિના લોકો માટે બુધનું ગોચર ભાગ્યના દ્વાર ખોલશે. આ લોકોને પૈસા બચાવવાની તક મળશે. આવકના એક કરતાં વધુ સ્ત્રોત હશે, જે નાણાકીય મજબૂતાઈ લાવશે. વ્યવસાયિકોને તેમના કાર્યમાં વૃદ્ધિની તકો મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. પરિવારમાં કોઈ શુભ કાર્યમાં વ્યસ્ત રહેવાને કારણે મન પ્રસન્ન રહેશે. સમાજમાં તમને માન-સન્માન મળશે, જેના કારણે લોકોનું ધ્યાન તમારી તરફ રહેશે.
આ પણ વાંચોઃ NEETની પરીક્ષા નથી ‘નીટ એન્ડ ક્લિન’: કરોડોમાં વધુ માર્ક્સ અપાતા હોવાનું ષડયંત્ર












