CM યોગી આદિત્યનાથ પર બનેલી ફિલ્મ અજેયનું મોસ્ટ અવેઈટેડ ટીઝર રિલીઝ

- અજેય ફિલ્મનું દિગ્દર્શન રવિન્દ્ર ગૌતમ દ્વારા અને નિર્માણ રીતુ મેંગી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અનંત જોશી મુખ્ય ભૂમિકામાં છે
2 જુલાઈ, 2025, લખનઉઃ Ajey: The Untold Story of a Yogi નું મોસ્ટ અવેટેડ ટીઝર 2 જુલાઈના રોજ રિલીઝ થયું છે. આ બાયોપિક ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના જીવન પર આધારિત છે, જે લેખક શાંતનુ ગુપ્તાના પ્રખ્યાત પુસ્તક ‘ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર’ પરથી પ્રેરિત છે.
આ ફિલ્મનું દિગ્દર્શન રવિન્દ્ર ગૌતમ દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માણ રીતુ મેંગી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અનંત જોશી મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે પરેશ રાવલ, દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’, પવન મલ્હોત્રા, રાજેશ ખટ્ટર, ગરિમા વિક્રાંત સિંહ અને સરવર આહુજા જેવા દિગ્ગજ કલાકારો મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે.
ટીઝરની ઝલકમાં દેખાઈ સંન્યાસીથી મુખ્યમંત્રી બનવા સુધીની સફર
ટીઝરમાં એક એવા વ્યક્તિની પ્રેરણાદાયક યાત્રાને દર્શાવવામાં આવી છે, જે આધ્યાત્મિક જીવનથી થઈને રાજકારણના શિખર પર પહોંચે છે. તે ભ્રષ્ટ વ્યવસ્થા સામેની લડાઈ, વૈચારિક સંઘર્ષ અને માફિયા રાજનો અંત લાવવાના દૃઢ સંકલ્પની ઝલક આપે છે.
દમદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક, પ્રભાવશાળી સંવાદો અને ઝડપી ગતિવાળા વિઝ્યુઅલ્સ ટીઝરને અત્યંત આકર્ષક બનાવે છે. ટીઝરમાં રાજકીય કાવતરાં અને પાત્રોના ઊંડા આંતરિક સંઘર્ષો દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા વધી ગઈ છે.
‘અજય’ ક્યારે રિલીઝ થશે?
ફિલ્મનું સંગીત મીટ બ્રધર્સ દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે અને તે સમ્રાટ સિનેમેટિક્સના બેનર હેઠળ રિલીઝ થશે. ગાયકો સોનુ નિગમ, બી પ્રાક અને મીકા સિંહ જેવા મોટા નામોએ આ ફિલ્મ માટે ગીતો ગાયા છે. Ajey: The Untold Story of a Yogi 1 ઓગસ્ટ, 2025 ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.
આ પણ વાંચોઃ દીકરીના ડેબ્યૂ પર ભાવુક થયો સંજય કપૂર, Aankhon Ki Gustaakhiyan માટે કહ્યું, આજે પહેલીવાર નર્વસ












