Kyunki Saas Bhi Kabhi Bahu Thi પહેલા એપિસોડે જીત્યું દર્શકોનું દિલ, નવા અંદાજમાં તુલસી-મીહિર

- સ્મૃતિ ઈરાનીના પુનરાગમનથી સાબિત થયું છે કે Kyunki Saas Bhi Kabhi Bahu Thi સીરિયલનો વારસો હજુ પણ એટલો જ ખાસ છે
HD ન્યુઝ ડેસ્કઃ ટીવીની પ્રખ્યાત સીરિયલ Kyunki Saas Bhi Kabhi Bahu Thi ફરી એકવાર નવા અંદાજમાં પાછી આવી છે. તેનો પહેલો એપિસોડ 29 જુલાઈના રોજ પ્રસારિત થયો હતો જેણે પ્રસારિત થતાં જ લોકોના દિલ જીતી લીધા છે. સ્મૃતિ ઈરાનીના પુનરાગમનથી સાબિત થયું છે કે આ સીરિયલનો વારસો હજુ પણ એટલો જ ખાસ છે. આ શોના પુનરાગમનથી ચાહકો માટે યાદો તાજી થઈ ગઈ છે. તુલસી અને મિહિરની જોડીને ફરી સાથે જોયા બાદ દર્શકોએ સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.
I was crying like a baby..so many memories with this title track..😭😭🫂♥️
Also Iconic saas bahu duo savita nd tulsi..♥️
Family values nd bgm 🥰Original original hota hai boss…♥️💥 pic.twitter.com/lSlBCQM91w
— Maggie_Shaggie❤️😋 (@Happysoul124_) July 29, 2025
શોનું ટાઇટલ ટ્રેક વાગતાની સાથે જ, ચાહકોએ સ્મૃતિ ઈરાનીની ફરી એકવાર તુલસી વિરાણી તરીકે એન્ટ્રી જોઈને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું.
એક યુઝરે X પર લખ્યું, “જ્યારે હું નાનો હતો, ત્યારે હું તેને ખૂબ જ ડ્રામેટિક અંદાજમાં ઘરનો દરવાજો ખોલતી જોતો હતો… આજે પણ એ જ શૈલી, એ જ જૂનો સૂર અને સ્મૃતિ ઈરાની, યાદો તાજી થાય છે.
No words can describe the feeling. It’s pure nostalgia. So many real life memories associated with ‘Kyunki’.
That golden era of television is back! #kyunkisaasbhikabhibahuthi #tulsiisback #kyunkiwatchparty #kyunki2 #kyunkisaasbhikabhibahuthi2 pic.twitter.com/FpqKaai4ip
— Saadii (@SaadiSpunk) July 29, 2025
એક યુઝરે લખ્યું, “હું બાળકની જેમ રડ્યો… આ ટાઇટલ ટ્રેક સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે. તુલસી-સવિતાની જોડી, કૌટુંબિક મૂલ્યો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક બધું જ સરખું છે.
બીજા એક ચાહકે લખ્યું, “આ લાગણીનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી. આ ફક્ત એક શો નથી, તે યાદોનો ખજાનો છે. ટીવીનો સુવર્ણ યુગ પાછો આવી ગયો છે!”
ક્યોંકિ સાસ ભી કભી બહુ થી એક પ્રતિષ્ઠિત શો બન્યો
ઉલ્લેખનીય છે કે ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2000 થી 2008 દરમિયાન પ્રસારિત થયો હતો. આ શોના 1,833 એપિસોડ બતાવવામાં આવ્યા હતા, જેણે દર્શકોના દિલ જીતી લીધા હતા. આ વખતે ફરી એકવાર સ્મૃતિ ઈરાની 25 વર્ષ પછી ટીવીની દુનિયામાં પરત ફરી છે. તે શોમાં તુલસી વિરાનીના પ્રતિષ્ઠિત પાત્રમાં જોવા મળશે.
આ પણ વાંચોઃ જાપાની બાબા વાંગાની ભવિષ્યવાણી સાચી પડી, ચોપડીમાં બીજું શું લખ્યું છે?












