ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

થાઈલેન્ડે કમ્બોડિયા પર કરી એરસ્ટ્રાઈક, બે સૈન્ય ઠેકાણા ઉડાવી દીધા, અત્યાર સુધીમાં 8 લોકોના મૃત્યુ

ફુકેટ, 24 જુલાઈ, 2025ઃ Thailand Cambodia border conflict થાઈલેન્ડ અને કમ્બોડિયાની વચ્ચે ચાલી રહેલા વર્ષો જૂનો વિવાદ ફરી એક વાર સામે આવ્યો છે. જાણકારી અનુસાર, બંને દેશોની સરહદ પર ગોળીબાર થયો છે. તો વળી થાઈલેન્ડની એરફોર્સે કમ્બોડિયાના બે સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો છે. આ હુમલામાં કમ્બોડિયાના સૈન્ય ઠેકાણા પર ધ્વસ્ત થયા છે. થાઈલેન્ડની એરફોર્સે આ હવાઈ હુમલો એફ-16 જેટથી કર્યો છે. હુમલા પહેલા આજે સવારે જ બંને દેશોના સૈનિકો વચ્ચે બોર્ડર પર ઝપાઝપી થઈ હતી.

કમ્બોડિયાના રક્ષા પ્રવક્તા જનરલ માલી સોચેટાએ કહ્યું કે, થાઈ સૈનિકોની ઘુસણખોરી બાદ અમે જવાબી કાર્યવાહી કરી છે. કમ્બોડિયાના પીએમે કહ્યું કે, થાઈલેન્ડે તેમના ઓદાર મીંચે અને પ્રેઆહ વિહેયર પ્રાંતના મંદિરો અને સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, અમે હંમેશા શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છીએ છીએ. રિપોર્ટ અનુસાર, ગુરુવારે કમ્બોડિયા હુમલામાં બે થાઈ સૈનિકોના મૃત્યુ થયા હતા.

ચીને પોતાના નાગરિકોને ચેતવણી આપી
થાઈલેન્ડ અને કમ્બોડિયાની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં અત્યાર સુધીમાં 8 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. આ જાનહાનિ બંને તરફથી થઈ છે. જેમાં સૈનિકો અને સામાન્ય લોકો સામેલ છે.બંને દેશો વચ્ચે કૂલ 8 જગ્યા પર વિવાદ ચાલી રહ્યો છે. સંઘર્ષમાં હળવા અને ભારે હથિયારોનો ઉપયોગ થઈ રહ્યો છે. બંને દેશો એક બીજાના સૈનિકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ બાજુ બંને દેશોની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને જોતા ગુરુવારે ચીને પોતાના નાગરિકોને સતર્ક અને સરહદથી દૂર રહેવાની ચેતવણી આપી છે.

Back to top button