ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી આવ્યા માઠા સમાચાર, દિગ્ગજ અભિનેતાનું વહેલી સવારે થયું નિધન, મનોરંજન જગતમાં માતમ છવાયો

નવી દિલ્હી, 13 જૂલાઈ 2025: તેલુગુ ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. દિગ્ગજ એક્ટર કોટા શ્રીનિવાસ રાવનું લાંબી બીમારી બાદ રવિવાર સવારે 4 વાગ્યે હૈદરાબાદમાં આવેલા તેમના નિવાસસ્થાને નિધન થઈ ગયું છે. એક્ટરની ઉંમર 83 વર્ષ હતી. તેમના નિધનથી ન ફક્ત તેલુગુ સિનેમા પણ સમગ્ર ભારતીય ફિલ્મ ઈંડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે.

10 જૂલાઈના 1942ના રોજ આંધ્ર પ્રદેશના કાંકીપાડુમાં જન્મેલા કોટાના એક પ્રતિષ્ઠ પરિવારમાં તેઓ આવતા હતા. તેમના પિતા સીતારામ અંજનેયુલુ એક ડોક્ટર હતા. જો કે કોટા શરુમાં પોતાના પિતાના પગલે ચાલવા માગતા હતા, પણ એક્ટિંગ પ્રત્યે તેમનો પ્રેમ વધારે હતો, જેના કારણે વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી પૂરી કર્યા બાદ તેમણે કોલેજના દિવસોમાં થિયેટર પ્રત્યેના રસને આગળ વધારતા તેમણે સ્ટેટ બેન્કમાં નોકરી કરી હતી.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબૂ નાયડૂએ ટ્વિટ કરીને પ્રસિદ્ધ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવના નિધનના સમાચાર આપ્યા હતા. તેમણે લખ્યું કે, એક્ટરનું નિધન અત્યંત દુખદ છે. લગભગ 4 દાયકાથી સિનેમા અને રંગમંચના ક્ષેત્રે તેમનું કલાકત્મક યોગદાન અને તેમના દ્વારા નિભાવેલી ભૂમિકા અવિસ્મરણીય રહેશે.

ખલનાયક અને ચરિત્ર અભિનેતા તેઓ હંમેશા યાદ રહેશે. તેમનું નિધન તેલુગુ ફિલ્મ ઉદ્યોગ માટે એક અપૂર્ણીય ક્ષતિ છે. 1999માં તેમણે વિજયવાડાથી ધારાસભ્ય તરીકે જીત્યા અને જનતાની સેવા પણ કરી હતી. હું તેમના પરિવારના સભ્યો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરુ છું.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ, દાંતીવાડામાં 6.3 ઈંચ

Back to top button