Iran-Isrel War: તેહરાનના ટ્રાફિક કેમેરા બન્યા ખામેનેઈ અને ટોપ અધિકારીઓના મોતનું કારણ, રિપોર્ટમાં શું ખુલાસો થયો?

World News: ઈઝરાયલની ગુપ્તચર સંસ્થાઓએ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈ અને બીજા ટોપ ઈરાની અધિકારીઓના બોડીગાર્ડ્સને ટ્રેક કરવા માટે તહેરાનના મોટા ટ્રાફિક કેમેરા નેટવર્કને હેક કર્યું હતું. આ વાતનો ચોંકાવનારો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે. અહેવાલો મુજબ આ હાઇ-ટેક જાસૂસી દ્વારા ઈઝરાયલી અધિકારીઓએ ઈરાની જનરલ કાસિમ સુલેમાની અને તેમના સાથીઓની હત્યા પહેલા જ ખામેનેઈ ક્યાં રહે છે અને ક્યાં કામ કરે છે તેની ચોક્કસ માહિતી મેળવી લીધી હતી. તેહરાનમાં ઠેર-ઠેર લાગેલા સુરક્ષા કેમેરા અને એન્ક્રિપ્શન અલ્ગોરિધમની મદદથી આખી વ્યૂહનીતિ ઘડવામાં આવી હતી.
મોસાદે કેમેરા હેક કર્યા
ઇઝરાયલને વર્ષો પહેલા કેમેરાનું એક્સેસ મળ્યું હતું અને તેણે જાણી લીધું હતું કે એક ખાસ કેમેરો જે એ રીતના એંગલ પર લાગેલો હતો કે જેના પરથી જાણવા મળતું હતું કે ખામેનેઈની સિક્યોરિટી ટીમના સભ્યો પોતાની કાર ક્યાં પાર્ક કરે છે. કેમેરા દ્વારા ઈઝરાયલી ઈન્ટેલિજન્સે ગાર્ડ્સના સરનામાં, કામના શિડ્યુઅલ અને તેમને કોની સુરક્ષા માટે સોંપવામાં આવ્યા હતા તેની ફાઇલો બનાવી લીધી હતી. ઈઝરાયલે આ ડેટા મેળવવા માટે એઆઈ ટૂલ્સ અને અલ્ગોરિધમનો ઉપયોગ કર્યો હતો. તેનાથી તેમને શનિવારની મીટિંગ સુધી ખામેનેઈને ટ્રેક કરવામાં મદદ મળી, જ્યાં તેમની પર હુમલો થયો હતો.
અહેવાલ મુજબ ઇઝરાયલ અને અમેરિકાએ તેહરાનના પાશ્ચર સ્ટ્રીટ પર સેલ્યુલર સેવા પણ કાપી નાખી હતી, જ્યાં ખામેનીની હત્યા કરવામાં આવી હતી, જેથી બોડીગાર્ડ સુધી પહોંચવાનો અને સંભવિત રીતે તેને ચેતવણી આપવાનો પ્રયાસ કરનારાઓને વ્યસ્ત સંકેતો મળે.
પોતાના જ કેમેરામાં કેદ થયા નેતાઓ
રસપ્રદ વાત એ છે કે ઈરાને આ સુરક્ષા કેમેરા અને મોબાઇલ નેટવર્ક પોતાના નાગરિકો અને વિરોધ પ્રદર્શન કરનારાઓ પર નજર રાખવા માટે લગાવ્યા હતા, પરંતુ ઈઝરાયલ અને અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ આ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ ઈરાની સરકાર વિરુદ્ધ કર્યો હતો.
મોબાઇલ ટાવર ઠપ કરીને કર્યો હુમલો
જાસૂસી સંસ્થાઓએ મોબાઇલ નેટવર્ક હેક કરીને ખામેનેઈની સુરક્ષા ટીમની પેટર્ન ઑફ લાઇફ એટલે કે તેમની રોજિંદી આદતો, ઘરના સરનામા અને અવરજવરના રસ્તાઓ શોધી કાઢ્યા હતા. હુમલો શરુ થતાં પહેલા, ઈઝરાયલ દ્વારા તે વિસ્તારના મોબાઇલ ટાવર બંધ કરી દેવામાં આવ્યા હતા, જેથી સુરક્ષા અધિકારીઓ એકબીજાનો સંપર્ક ન કરી શકે. આ રીતે ઈરાનની પોતાની જ જાસૂસી સિસ્ટમનો ઉપયોગ કરીને તેના જ નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ એક સાથે બે દેશો પર ઇઝરાયલનો બોમ્બમારો… તેહરાનમાં વિનાશ, બેરૂત પર વરસી રહ્યા છે અગનગોળા












