ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

ChatGPTનો ડેટા ચેટ ડિલીટ કર્યા પછી ક્યાં જાય છે?

ChatGPT : ChatGPT પર દરરોજ અનેક પ્રકારની વાતચીત થતી હોય છે. આમાંથી કેટલીક ચેટ એવી હોય છે જે યૂઝર ભવિષ્યમાં ફરીથી જોવા માંગે છે, જ્યારે અમુક વાતચીત એવી હોય છે જેને તે હિસ્ટ્રીમાંથી હટાવવાનું પસંદ કરે છે. ChatGPTમાં (ChatGPT)આ માટે ડિલીટ (Delete) અને આર્કાઇવ (Archive) જેવા અલગ-અલગ વિકલ્પો મળે છે, પરંતુ ઘણા લોકોને આ બાબતે મૂંઝવણ રહે છે કે કોઈ ચેટ ડિલીટ કર્યા પછી તેનું શું થાય છે અને શું તેને ફરી પાછી મેળવી શકાય છે?

OpenAI અનુસાર, ડિલીટ કરાયેલી વાતચીતને ChatGPT ના ઇન્ટરફેસ, API કે સપોર્ટ દ્વારા પાછી મેળવી શકાતી નથી. તો ચાલો જાણીએ કે ChatGPT હિસ્ટ્રી ડિલીટ કરવા પર ડેટા ક્યાં જાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ChatGPT માં ચેટ કેવી રીતે ડિલીટ કરવી?

ChatGPT ની ચેટ હિસ્ટ્રીમાંથી જે વાતચીત હટાવવી હોય તેને સૌથી પહેલા સાઇડબારમાં શોધો.

ત્યારબાદ તે ચેટના નામ પાસે દેખાતા થ્રી ડોટ્સ (ત્રણ ટપકાં) પર ક્લિક અથવા ટેપ કરો.

હવે દેખાતા વિકલ્પોમાંથી Delete પર ક્લિક કરો અને ચેટ હટાવવાનો વિકલ્પ પસંદ કરો.

આટલું કરતાં જ તે વાતચીત તમારી ચેટ હિસ્ટ્રીમાંથી હટી જશે અને ફરીથી હિસ્ટ્રીમાં દેખાશે નહીં.

ChatGPT હિસ્ટ્રી ડિલીટ કરવા પર ડેટા ક્યાં જાય છે?

ChatGPT માં કોઈપણ ચેટ ડિલીટ કરવા પર તે તમારી ચેટ હિસ્ટ્રીમાંથી તરત જ હટી જાય છે. OpenAI અનુસાર, તેને 30 દિવસની અંદર સિસ્ટમમાંથી કાયમી ધોરણે (permanently) ડિલીટ કરવા માટે શેડ્યૂલ કરવામાં આવે છે. ડિલીટ થયેલી ચેટને ChatGPT ઇન્ટરફેસ, API કે સપોર્ટ દ્વારા ફરી ક્યારેય રિકવર કરી શકાતી નથી. જોકે, જો કોઈ ચેટ હિસ્ટ્રીમાં ન દેખાતી હોય, તો બની શકે કે તે ડિલીટ થવાને બદલે આર્કાઇવ (Archive) થઈ ગઈ હોય.

આ પણ વાંચો:અમદાવાદ શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર, વટવા-લાંભામાં 8 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ

આર્કાઇવ કરેલી ચેટ કેવી રીતે જોવી?

આર્કાઇવ કરવામાં આવેલી ચેટ એકાઉન્ટમાં સેવ રહે છે. તેને જોવા માટેના સરળ સ્ટેપ્સ:

સૌથી પહેલા ChatGPT ની Settings ઓપન કરો.

ત્યારબાદ Data controls સેક્શનમાં જાઓ.

ત્યાં Archived chats ની સામે આપેલા Manage વિકલ્પ પર ટેપ કરો.

અહીં તમને અગાઉથી આર્કાઇવ કરેલી તમામ ચેટ્સ જોવા મળશે, જેને તમે જરૂર મુજબ જોઈ શકો છો અથવા ફરી ઉપયોગ કરી શકો છો.

જો ચેટ અહીં મળી જાય, તો Unarchive વિકલ્પ પસંદ કરીને તેને ફરીથી મુખ્ય ચેટ હિસ્ટ્રીમાં પાછી લાવી શકાય છે.

મહત્વપૂર્ણ ચેટ સુરક્ષિત રાખવાની રીત કઈ છે?

યુઝર્સ ChatGPT ની Settings ખોલે. ત્યારબાદ Data controls સેક્શનમાં જઈને Export data ના વિકલ્પ દ્વારા પોતાનો ChatGPT ડેટા એક્સપોર્ટ પણ કરી શકે છે. જોકે, એકવાર ચેટ ડિલીટ થઈ ગયા પછી તેને ફરીથી રિકવર (પુનઃપ્રાપ્ત) કરી શકાતી નથી.

આ પણ વાંચો:FATF બેઠક પહેલાં પાકિસ્તાનનો નવો દાવ, મસૂદ અઝહર પર ઇનામ વધારી 70 લાખ કર્યું

Back to top button