દારૂના નશામાં ધૂત શિક્ષકે બાળકો સામે કર્યો ડાન્સ, વીડિયો વાઇરલ થતા શિક્ષણાધિકારીએ કર્યો સસ્પેન્ડ

મહારાષ્ટ્ર: 10 ડિસેમ્બર, 2025: Maharashtra News: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની માહુરના શેખાપુર ગામમાં આવેલી જિલ્લા પરિષદ સ્કૂલમાં એક શરમજનક ઘટના સામે આવી છે. સ્કૂલના શિક્ષક અનંત વર્મા દારૂના નશામાં ધૂત થઈને સ્કૂલમાં નાચતા અને વિદ્યાર્થીઓ સામે ગેરવર્તણૂક કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વીડિયો વિદ્યાર્થીઓના માતા-પિતાએ બનાવ્યો હતો, જેમને બાળકોએ શિક્ષકની સતત ફરિયાદો પછી સ્કૂલે બોલાવ્યા હતા.
દારૂના નશામાં ધૂત શિક્ષકની હરકતો
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, શિક્ષક અનંત વર્મા રોજ દારૂ પીને સ્કૂલે આવતા હતા અને વર્ગખંડમાં ભણાવવાને બદલે વિદ્યાર્થીઓ સાથે ખરાબ ભાષામાં વાત કરતા હતા. ઘણા દિવસોથી બાળકો આ વ્યવહારથી પરેશાન હતા અને આખરે તેમણે પોતાના માતા-પિતાને સમગ્ર મામલાની જાણકારી આપી.
નશામાં કર્યો ડાન્સ
જ્યારે વાલીઓ સ્કૂલે પહોંચ્યા, ત્યારે શિક્ષક નશામાં ધૂત હતો અને તેમના સામે જ નાચતા-નાચતા નીચે પડી ગયો. આ આખું દ્રશ્ય વીડિયોમાં કેદ થઈ ગયો. ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો હતો. લોકોનું કહેવું હતું કે, જો શિક્ષક જ નશામાં બાળકો સામે આવી હરકતો કરશે, તો આવનારી પેઢીને કેવું શિક્ષણ મળશે? વાલીઓએ જિલ્લા પરિષદ શિક્ષણ વિભાગ પાસે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
શિક્ષક અનંત વર્મા સસ્પેન્ડ
આ મામલાને ગંભીરતાથી લેતા જિલ્લા પરિષદ શિક્ષણ તંત્રએ તરત જ તપાસ શરૂ કરી. તપાસમાં શિક્ષકનો વ્યવહાર સાબિત થતાં શિક્ષણ વિભાગે અનંત વર્માને સસ્પેન્ડ કરી દીધો. અધિકારીઓએ જણાવ્યું કે, આગળની વિભાગીય કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.
નવા શિક્ષકની નિમણૂક:
શિક્ષણાધિકારીએ સ્કૂલમાં અભ્યાસમાં અસર ન થાય તે માટે તરત જ એક નવા શિક્ષકની નિમણૂક કરીને સ્કૂલને ફરીથી શરૂ કરાવી. આ ઘટનાએ ફરી એકવાર સરકારી શાળાઓમાં શિસ્ત અને જવાબદારીને લઈને સવાલો ઉભા કર્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે આવા શિક્ષકો વિરૂદ્ધ કડક કાર્યવાહી જરૂરી છે, જેથી બાળકોના શિક્ષણ અને સુરક્ષા પર અસર ન થાય.
આ પણ વાંચોઃ 30 વર્ષીય મહિલા બે બાળકો મૂકી 19 વર્ષીય પાડોશી યુવક સાથે ભાગી ગઈ, પતિએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ












