30 વર્ષીય મહિલા બે બાળકો મૂકી 19 વર્ષીય પાડોશી યુવક સાથે ભાગી ગઈ, પતિએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

ઉત્તર પ્રદેશ: 10 ડિસેમ્બર, 2025: UP Crime: ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બે બાળકોની માતા 40 વર્ષની મહિલા પર આશિકીનું એવું ભૂત સવાર થયું કે તે 19 વર્ષના પાડોશી યુવક સાથે ફરાર થઈ ગઈ. મહિલા બે બાળકોને ઘરે મૂકીને જતી રહી છે. હવે લાચાર પતિ બંને બાળકો સાથે પત્નીને શોધવા માટે આમતેમ ફરી રહ્યો છે. લાચાર પતિએ આખરે હાપુડ પોલીસ સ્ટેશનમાં પત્નીને શોધી લાવવા માટે વિનંતી કરી છે.
18 વર્ષ પહેલા થયા હતા લગ્ન
મળતી માહિતી મુજબ, મહિલાના લગ્ન 18 વર્ષ પહેલાં થયા હતા અને તેમને બે બાળકો પણ છે. મહિલા પાડોશમાં રહેતા 19 વર્ષના પ્રેમી વિકાસ સાથે ઘરેથી ભાગી ગઈ છે. લાચાર પતિએ પોલીસને પત્નીને શોધી લાવવા માટે વિનંતી કરી છે.
હાલ, પોલીસે આ મામલે પતિની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી મહિલા અને તેના પ્રેમીની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ લાલો ફિલ્મનો એક્ટર સ્મૃતિ ઇરાની સાથે સ્ક્રીન કરશે શેર, ‘ક્યુંકી સાસ ભી કભી બહુથી’માં લેશે એન્ટ્રી
આ પણ વાંચોઃ રૂઢિચુસ્તતામાંથી બહાર આવી 22 વર્ષની ઉંમરે બન્યા IAS અધિકારી, કોચિંગ વિના પહેલાં જ પ્રયાસમાં મેળવી સફળતા












