ટેરિફ વોરઃ સમજદારીથી ઉઠાવો બજારમાં લાભ, પડકારોમાં છૂપાયેલો છે રોકાણનો સુંદર મોકો

મુંબઇ, 7 એપ્રિલ, 2025: અમેરિકાએ મુખ્ય દેશો પર ટેરિફ લગાવવાની ઘોષણાથી દુનિયભારના શેરબજારમાં દહેશતનો માહોલ છવાયો છે. અમેરિકના આ પગલાંની અસર બજાર પર જ નહી પરંતુ અર્થવ્યવસ્થા પર અનુભવવામાં આવી રહી છે. જે ક્ષેત્રોમાં અમેરિકા પર નિર્ભરતા વધુ છે તેની પર ટેરિફનો વધુ માર પડ્યો છે. તેમાં વાહન, ટેક્સ્ટાઇલ, આઇટી અને એન્જિનીયરીંગ ગુડ્ઝ જેવા ક્ષેત્રો મુખ્ય છે. ટાટા મોટર્સ જેવી કંપનીઓના શેર પહેલેથી જ દબાણનો સામનો કરી રહ્યા છે, જે આગામી કેટલાક સપ્તાહો સુધી સતત રહી શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રની હવે ફાર્મા અને સેમીકન્ડક્ટર ક્ષે6 પર છે. તેમાં રોકાણકારોની ચિંતામાં અનેકગણો વધારો થયો છે.
આગામી બેઠક સુધી દબાણ રહેશે
આ મહિનાના અંતમાં ભારત અને યુએસ વચ્ચે ટેરિફ અંગેની આગામી બેઠક સુધી ભારતીય બજાર પર દબાણ રહેશે. બેઠકમાં 26 ટકા ટેરિફની અસર ઘટાડવા અને દ્વિપક્ષીય વેપાર કરારને આગળ વધારવા પર ચર્ચા થશે. ખાસ કરીને, જ્યારે ચીન અને વિયેતનામ જેવા દેશો પર પણ વધુ ટેરિફ લાદવામાં આવ્યા છે ત્યારે વર્તમાન પરિસ્થિતિ ભારત માટે પડકારો અને તકો પણ ઉભી કરી રહી છે.
હેલ્થકેર સહિતના આ ક્ષેત્રોમાં ખરીદીની તક
આ સમયે, સામાન્ય રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હવે તેઓએ એવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેના પાયા મજબૂત છે અને ભવિષ્યમાં વિકાસની સંભાવના ધરાવે છે.
બજારની મંદી દરમિયાન મૂલ્યવાન શેરોમાં રોકાણ કરવાની તક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વપરાશી જેવા ડોમેસ્ટિક પોલિસી સપોર્ટથી ફાયદો થઈ શકે તેવા ક્ષેત્રોમાં રોકાણ કરવું તમારા માટે યોગ્ય પગલું સાબિત થઈ શકે છે.
આ ઉપરાંત, હેલ્થકેર, યુટિલિટીઝ અને કન્ઝ્યુમર સ્ટેપલ્સ જેવા ડિફેન્સિવ સેક્ટર તેમજ ડિફેન્સ, રિન્યુએબલ અને રેલવે જેવા ઉભરતા સેક્ટરમાં રોકાણની સારી તકો છે.
જાણો… તમે એક વર્ષ માટે પૈસા ક્યાં રોકાણ કરી શકો છો
સરકારી નીતિઓને અનુરૂપ હોય, વૃદ્ધિની સંભાવના હોય અને આકર્ષક મૂલ્યાંકન હોય એવા ક્ષેત્રો પસંદ કરો. આ પછી તે ક્ષેત્રોના અગ્રણી શેરોમાં રોકાણ કરો. જો તમે એક વર્ષના ગાળા સુધી રોકાણ કરવા માંગતા હોય તો આ શેરો સારો વિકલ્પ સાબિત થઈ શકે છે…
- ડીફેન્સ: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ., ભારત ડાયનેમિક્સ લિ.
- બેન્કિંગ-એનબીએફસી: એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ.
- રિયલ એસ્ટેટ: ઓબેરોય રિયલ્ટી લિ. અને મેક્રોટેક ડેવલપર્સ લિ.
કયા ક્ષેત્રને સૌથી વધુ ફટકો પડશે અને કોને ફાયદો થશે?
વાહનો, કાપડ, ઈલેક્ટ્રોનિક્સ અને કૃષિ નિકાસ જેવા ક્ષેત્રોને ખરાબ અસર થશે. ઓટો પાર્ટ્સની નિકાસમાં મોટો ઘટાડો થઈ શકે છે. જોકે, ચીન અને બાંગ્લાદેશ જેવા સ્પર્ધકોની સરખામણીમાં કાપડ ક્ષેત્રને લાંબા ગાળે ફાયદો થઈ શકે છે. વૈશ્વિક સપ્લાય ચેઈન બદલાઈ રહી હોવાથી ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સને પણ ફાયદો થઈ શકે છે.
આગળ શું સંભાવનાઓ છે?
સ્થાનિક શેરબજાર સપ્ટેમ્બર 2024ના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી લગભગ 13 ટકા ઘટ્યું છે.” તેનું મુખ્ય કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા ભારે વેચવાલી છે. FIIએ ઓક્ટોબર 2024 થી અત્યાર સુધીમાં રૂ. 2.27 લાખ કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું છે.
બજારનો અંદાજ મધ્યમ ગાળામાં સાવધાનીપૂર્વક આશાવાદી રહે છે. સ્થાનિક રોકાણો બજારને સ્થિર કરવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતાઓ, વેપાર યુદ્ધો અને નબળી આંતરરાષ્ટ્રીય માંગ પ્રભુત્વ ધરાવે છે.
બજારને ભારતની સ્થાનિક માંગ અને સરકાર દ્વારા મૂડી ખર્ચથી ટેકો મળી શકે છે ત્યારે સંરક્ષણ, રિન્યુએબલ એનર્જી અને હેલ્થકેર જેવા ક્ષેત્રો સારું વળતર આપી શકે છે. પરંતુ રોકાણકારોએ સાવચેત રહેવું જોઈએ કારણ કે વૈશ્વિક વિકાસ હજુ પણ સેન્ટિમેન્ટને અસર કરી શકે છે.
(નોંધઃ અહીં દર્શાવેલ મંતવ્યો જે તે નિષ્ણાતોના પોતાના છે. જેની HD News કોઇ જવાબદારી લેતુ નથી. રોકાણકારોએ પોતાના નાણાંકીય સલાહકારો પૂછીને પોતાના નિર્ણયો લેવાના રહેશે)
આ પણ વાંંચોઃ ભારતમાં 30 ટકા વધુ બેન્ક ખાતા મહિલાઓના, બચતમાં મહિલાઓની ભાગીદારી સૌથી વધુ












