ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

VCK બાદ IUML એ પણ TVK ને આપ્યું સમર્થન, તમિલનાડુમાં 120 ધારાસભ્યો સાથે વિજય સરકાર બનાવશે

Vijay government: તમિલનાડુમાં વિજય સરકારને સત્તા સંભાળવાનો રસ્તો હવે સરળ બન્યો છે. વી.સી.કે. (VCK) એ શનિવારે ટીવીકે (TVK)ને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. વિજય પાસે અગાઉ 116 ધારાસભ્યોનું સમર્થન હતું. બીજી તરફ, ટીવીકેને ઇન્ડિયન મુસ્લિમ લીગ (IUML)નું પણ સમર્થન મળી ગયું છે. હવે આ આંકડો વધીને 120 થઈ ગયો છે.

શનિવાર સાંજે VCKની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેમાં TVKને સમર્થન આપવાનો નિર્ણય લેવાનો હતો. બેઠકમાં વિજયને સમર્થન આપવાની સહમતિ બની. હવે રાજ્યના આગામી મુખ્યમંત્રી વિજય બની શકે છે. VCKએ કોઈપણ શરત વિના TVKને સમર્થન આપ્યું છે.

4 મેના પરિણામોએ તમિલનાડુમાં સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. અહીં TVK એ DMK અને AIDMKને પાછળ છોડીને રાજ્યની સૌથી મોટી પાર્ટી બની હતી. જોકે તે માત્ર 108 બેઠકો સુધી પહોંચી શકી હતી અને બહુમતીથી 10 બેઠકો દૂર રહી હતી. આ પછી કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ ટીવીકેને સમર્થન આપ્યું, જ્યારે સીપીઆઈ અને સીપીઆઈએમના બે-બે ધારાસભ્યોએ પણ ટેકો આપ્યો. આથી આંકડો વધીને 116 સુધી પહોંચી ગયો.

હવે VCKએ પણ TVKને સમર્થન આપ્યું છે. ટીવીકે એ તમામ સમર્થન આપનાર પાર્ટીઓનો આભાર વ્યક્ત કર્યો છે, સાથે જ પાર્ટીના નેતા અર્જુને કહ્યું છે કે હવે વિજય સરકાર બનાવવા માટે તૈયાર છે.

AIADMKના વડાના નિવેદને રાજકીય હલચલ વધારી

થોડા સમય પહેલા, AIADMK વડા એડાપ્પડી કે. પલાનીસ્વામીની એક પોસ્ટથી રાજકીય ઉથલપાથલ મચી ગઈ હતી. તેમણે સરકાર બનાવનાર પક્ષને અભિનંદન આપ્યા હતા, જેનાથી TVKના સમર્થન અંગે અટકળો શરૂ થઈ હતી. પલાનીસ્વામીએ પોસ્ટ કરી હતી કે, “વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ તાજેતરમાં પૂર્ણ થયેલી 17મી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડી અને જીત્યા. હું તમિલનાડુમાં સરકાર બનાવનાર પક્ષને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.”

આ પણ વાંચો: CM શુભેન્દુએ બંગાળનો કાર્યભાર સંભાળ્યો, ‘ગ્રાઉન્ડ ઝીરો’ થી યોદ્ધાઓને સરકારમાં સ્થાન આપ્યું, PM મોદીએ અભિનંદન આપ્યા

Back to top button