ટ્રેન્ડિંગનેશનલ

તમિલનાડુના મુખ્યમંત્રીએ કર્યુ ઠાકરે બંધુનું સમર્થનઃ કહ્યું- ‘હિન્દી થોપવાના વિરોધમાં એકજૂટ…‘

તમિલનાડુઃ 5 જુલાઈ, 2025: Stalin Support Thackeray Brothers: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને ઉદ્ધવ અને રાજ ઠાકરેનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) અને અહીંની જનતાએ પેઢીઓથી હિન્દી થોપવા સામે જે સંઘર્ષ કર્યો છે, તે અત્યાર સુધી રાજ્યની સીમાઓ પાર કરી મહારાષ્ટ્રમાં પણ જોરદાર વિરોધના રૂપે ઉભરો છે.

સ્ટાલિને ઠાકરે બંધુનું કર્યું સમર્થન

સ્ટાલિને એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, ભાજપ એવી શરત મૂકે છે કે, તમિલનાડુમાં હિન્દી ત્રીજી ભાષાના રૂપે ભણાવવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકાર ફન્ડ આપશે, હવે બીજી બાજુ મહારાષ્ટ્રમાં જનતાના આક્રોશના કારણે ભાજપ પીછેહઠ કરવા મજબૂર થઈ છે, જ્યાં ખુદ તેમની જ સરકાર છે.

સ્ટાલિને કહ્યું કે, મુંબઈમાં આજે ભાઈ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં હિન્દી થોપવા સામે વિજય સભામાં જોશીલા ભાષણ અને જનતાનો ખૂબ જ સારો પ્રતિસાહ મળ્યો જેણે અમને ઉત્સાહિત કર્યા છે. હું જાણું છું કે, કેન્દ્ર સરકાર જે ફક્ત હિન્દી અને સંસ્કૃતના પ્રચાર-પ્રસારમાં લાગેલી છે, રાજ ઠાકરે આ બે તીખા સવાલોનો જવાબ નથી આપી શકતી.

  • પહોલોઃ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ત્રીજી ભાષાના રૂપે શું ભણાવવામાં આવે છે?
  • બીજોઃ જ્યારે હિન્દીભાષી રાજ્ય પછાત છે, તો પછી પ્રગતિશીલ ગેર હિન્દીભાષી રાજ્યો પર હિન્દી કેમ થોપવામાં આવી રહી છે?

મુખ્યમંત્રી સ્ટાલિને કેન્દ્રને પૂછ્યા પ્રશ્નો

મુખ્યમંત્રી સ્ટાલિને પૂછ્યું કે, શું કેન્દ્ર સરકાર તમિલનાડુના બાળકોના શિક્ષણ માટે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ 2,152 રૂપિયા કરોડના ભંડોળને બદલાની ભાવનાથી રોકવાના પોતાના વલણમાં ફેરફાર કરશે? શું તે આ રકમ તાત્કાલિક મુક્ત કરશે, જે તમિલનાડુનો કાનૂની અધિકાર છે?

મહારાષ્ટ્રનો અવાજ આંખ ખોલવા માટે પૂરતો

તમિલનાડુના મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના લોકોનો આ સંઘર્ષ માત્ર ભાવનાત્મક જ નહીં, પરંતુ બૌદ્ધિક, તાર્કિક અને ભારતની સાંસ્કૃતિક વિવિધતાના રક્ષણ માટેનો છે. તે નફરતથી પ્રેરિત નથી, પરંતુ અધિકારો અને આદરની ભાવનાથી પ્રેરિત છે. જે લોકો ઈતિહાસને સમજ્યા વિના કહે છે કે ‘હિન્દી શીખો, તમને નોકરી મળશે’, તેમને હવે સુધરવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં ઉઠેલો આ અવાજ તેમની આંખો ખોલવા માટે પૂરતો છે.

ભાજપને પ્રાયશ્ચિત કરવો પડશેઃ સ્ટાલિન

સ્ટાલિને કહ્યું કે, અમે આ ભાષાકીય ભેદભાવ, તમિળ ભાષાની ઉપેક્ષા અને કીલાડી જેવી સંસ્કૃતિની ઉપેક્ષાને હવે સહન નહીં કરીએ. ભાજપે તમિળ લોકો અને તમિલનાડુ સાથે કરેલા વિશ્વાસઘાતનું પ્રાયશ્ચિત કરવું પડશે. જો તે નહીં સુધરે, તો તમિલનાડુ ફરી એકવાર તેમને એવો પાઠ શીખવશે જે તેઓ ક્યારેય ભૂલી નહીં શકે. ચાલો આપણે એક થઈએ. તમિલનાડુ લડશે, તમિલનાડુ જીતશે.

આ પણ વાંચોઃ Cocktail 2માં સૈફ-દીપિકા અને ડાયનાની જગ્યાએ આ કલાકારો જોવા મળશે

આ પણ વાંચોઃ WhatsApp પર બ્લુ ટિક કેવી રીતે મેળવશો? જાણો કોને મળે છે આ ખાસ સુવિધા

Back to top button