ઓપરેશન POKટ્રેન્ડિંગનેશનલબિઝનેસવિશેષ

“પાક.” સાથે તંગદિલી “શ્રી”માં બદલાઈઃ હવે તમને મળશે- મૈસૂર શ્રી, ગોંદ શ્રી, મોતી શ્રી

જયપુર, 23 મે, 2025:  sweet maker changes the names of the sweets પાકિસ્તાને પાક શબ્દને એટલો ના-પાક બનાવી દીધો છે કે ભારતમાં હવે કેટલાક લોકો પરંપરાગત મીઠાઈઓ સાથે પણ એ શબ્દનો ઉપયોગ કરવા માગતા નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા તણાવની વચ્ચે ઘણી એવી ઘટનાઓ બની રહી છે જે વિચિત્ર લાગી શકે છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન રાજસ્થાનના જયપુર શહેરમાં હલવાઈઓ તેમની મીઠાઈઓના નામ બદલી રહ્યા છે.

કેટલાક મીડિયાના અહેવાલ અનુસાર, જયપુરમાં ઘણી મીઠાઈઓની સાથે ઐતિહાસિક રીતે પાક શબ્દ જોડાયેલો છેે. જેમ કે મૈસૂર પાક. પણ હવે મૈસૂર પાકનું નામ પણ બદલીને મૈસૂર શ્રી કરી દેવામાં આવ્યું છે. મીઠાઈની દુકાનના માલિકાના જણાવ્યા પ્રમાણે તેઓએ તમામ મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવી દીધો છે. પાકની જગ્યાએ હવે મીઠાઈઓના નામમાં ‘શ્રી’ ઉમેરવામાં આવી રહ્યું છે.

આ સંદર્ભમાં એનડીટીવીના અહેવાલ અનુસાર, હલવાઈએ તેમની તમામ મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવી દીધો છે. હવે ‘મોતી પાક’ હવે ‘મોતીશ્રી’, ‘ગોંદ પાક’ હવે ‘ગોંદ શ્રી’ અને ‘મૈસૂર પાક’ હવે ‘મૈસૂર શ્રી’ થશે.” મીઠાઈઓમાં ‘પાક’ શબ્દનો પાકિસ્તાન સાથે કોઈ સંબંધ નથી, પરંતુ કન્નડ ભાષામાં પાકનો અર્થ મીઠું-સ્વીટ થાય છે. ‘મૈસૂર પાક’ એ કર્નાટકની એક પ્રખ્યાત મીઠાઈ છે, જેનું નામ મૈસૂરના નામ પરથી પડ્યું છે. આ મીઠાઈ ખાંડની ચાસણીમાં મિશ્ર કરીને બનાવવામાં આવે છે.

22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા જેહાદી આતંકવાદી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. એ તણાવ વિવિધ સ્તરે છે જે હવે મીઠાઈઓનાં નામ સુધી પહોંચી ગયો છે. જયપુરમાં મીઠાઈઓના નામ બદલવામાં આવ્યા છે. ભારત દ્વારા 7 મેના રોજ પાકિસ્તાન પર કાર્યવાહી કરતાં ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાન તરફથી પણ મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ ભારતે આ હુમલાઓને નિષ્ફળ કરી દીધા હતા. 10 મેના રોજ થયેલા સીઝફાયર બાદ હાલમાં થોડી શાંતિ છે.

મૈસૂર પાકનો ઇતિહાસ 19મી સદી સાથે જોડાયેલો છે. ઇતિહાસકારોના મતે આ મીઠાઈ મૈસૂર પેલેસના શાહી રસોડામાં રસોઈયાએ શોધી હતી. આ મીઠાઈ મહારાજા કૃષ્ણરાજ વાડિયાર-IVના શાસનકાળ દરમિયાન તૈયાર કરવામાં આવી હતી. આ મીઠાઈને રસોઈયા કાકસુરા મદપ્પાએ તૈયાર કરી હતી. તેમણે આ મીઠાઈને બેસન, શુદ્ધ ઘી અને ખાંડ સાથે મિશ્ર કરીને બનાવી હતી. એક સ્વીટ ડિશના પ્રયોગ તરીકે મૈસૂરના મહારાજાને પીરસવામાં આવેલી આ મીઠાઈ તેમને એટલી પસંદ આવી કે મહારાજાએ તેનું નામ મૈસૂર શહેરના નામ પર રાખી દીધું.

આ પણ વાંચોઃ બેંગલુરુ: મેટ્રોમાં છોકરીઓના ફોટા ગુપ્ત રીતે ક્લિક કરીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરનાર વ્યક્તિની ધરપકડ

આ પણ વાંચોઃ આપણો આ દેશી થેલો અમેરિકનો 48-48 ડૉલરમાં ખરીદી રહ્યા છે, બોલો!

આ પણ વાંચોઃ આખો વિસ્તાર એલન મસ્કથી છે પરેશાન: કંટાળી ગયેલા લોકોએ કહ્યું- અમને આવો પાડોશી નથી જોઈતો

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button