
એચડી ન્યૂઝ, 23 મે, 2025: Americans are buying our local bags મધ્યવર્ગના સરેરાશ ભારતીયો જે દેશી થેલાનો રોજિંદો વપરાશ કરે છે તે હવે સેલિબ્રિટી થેલો બની ગયો છે! એક જાપાનીસ ઑનલાઈન સ્ટોરે ભારતના આ થેલા તસવીરો સાથે વેચાણમાં મૂક્યા છે અને લોકો પણ 48-48 ડૉલરમાં તે ખરીદી રહ્યા છે. અગાઉ આવા ઑનલાઈન સ્ટોર પણ આપણા બાવળના દાતણ વેચાતા હોવાના સમાચારો પણ વાયરલ થયેલા હતા. હવે વાત દેશી થેલા સુધી પહોંચી છે.
ભારતીયો સહિત દુનિયાભરના લોકો પ્રવાસ માટે જે ટ્રોલીબેગનો ઉપયોગ કરે છે તેની જ કિંમતમાં અમેરિકાના લક્ઝરી સ્ટોર નોર્ડસ્ટ્રોમ પર ભારતના દેશી થેલા 48 ડોલર (આશરે 4,100 રૂપિયા)માં વેચાઈ રહ્યા છે! ખૂબીની વાત એ છે કે, જાપાની બ્રાન્ડ પ્યુબકોએ તેને ‘ઈન્ડિયન સૂવેનિયર બેગ (Indian Souvenir Bag)’ નામ આપીને સ્ટાઈલિશ એક્સેસરી બનાવી છે. પરંતુ ભારતીયોને આ જોઈને હસવું આવે છે. તેનો સ્ક્રીનશોટ એક્સ પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલો એ સાબિત કરે છે કે ભારતની રોજિંદી વસ્તુઓ વિદેશમાં ‘ખાસ’ બનીને વેચાઈ શકે છે.
LOL – This is the take-home bag of a snack shop in my hometown in India.
for sale for $48 at Nordstrom pic.twitter.com/GNm9CJlfmZ
— Sheel Mohnot (@pitdesi) May 21, 2025
ભારતમાં આ જૂટ કે કોટનના થેલા સર્વ સામાન્ય છે, જેના પર રંગબેરંગી અક્ષરોમાં દુકાનનું નામ લખેલું હોય છે. જેમ કે ‘રમેશ સ્પેશિયલ નમકીન’, ‘અનીતા કન્ફેક્શનરી વર્ક્સ’ હોય કે ‘ચેતક સ્વીટ્સ’,. ગુજરાતમાં મુખ્યત્વે વિમલ પામ મસાલના થેલા બધે જોવા મળે છે. ભારતમાં ઘણીવાર જ્યારે તમે વધુ માત્રામાં ખરીદી કરો તો આવી થેલીઓ કિરાણાની દુકાનોમાંથી મફતમાં મળે છે. પરંતુ હવે આ જ થેલી જાપાની બ્રાન્ડ પ્યુબકોએ અમેરિકન લક્ઝરી ડિપાર્ટમેન્ટ સ્ટોર નોર્ડસ્ટ્રોમ પર 48 ડૉલરમાં વેચવાનું શરૂ કર્યું છે. નોર્ડસ્ટ્રોમની વેબસાઈટે તેને ‘સ્ટાઈલિશ બેગ’ તરીકે ઓળખાવી છે.
— armand type beat (@2irl4u) May 21, 2025
એક્સ પર આ થેલીની લિસ્ટિંગનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે. યુઝર શીલ મોહનોટે લખ્યું, “હાહાહા! આ તો મારા શહેરની નમકીન દુકાનની થેલી છે, જે નોર્ડસ્ટ્રોમ પર 48 ડોલરમાં વેચાઈ રહી છે.” બીજા એક યુઝરે કોમેન્ટ કરી, “મારી મમ્મીને આ થેલી મફતમાં મળતી હતી. જો દુકાનદાર તેના પૈસા માંગતો, તો તે તેને ઠપકો આપીને દુકાનમાંથી નીકળી જતી!” ઘણા ભારતીયોએ આના પર મજા લીધી અને જૂની વાતો યાદ કરી રહ્યા છે. કેટલાકે મજાકમાં કહ્યું કે તેઓ પણ દેશી વસ્તુઓને વિદેશમાં મોંઘા ભાવે વેચી શકે છે. યુઝર ઋષિએ લખ્યું, “જો થેલીમાં એ જ નમકીન ભરેલી હોય, તો 48 ડોલર ઠીક છે!” બીજાએ સૂચવ્યું, “5,000 થેલીઓ લાવો અને નોર્ડસ્ટ્રોમને ટક્કર આપો!” આ પહેલી વાર નથી કે જ્યારે દેશી વસ્તુઓ વિદેશમાં અનોખા અંદાજમાં વેચાઈ હોય. આ પહેલાં પણ ભારતીય સ્ટાઈલના કપડાં, વાસણો અને ઘરેણાં વિદેશી બ્રાન્ડ્સે મોંઘા ભાવે વેચ્યા છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિની રોજિંદી વસ્તુઓ ગ્લોબલ માર્કેટમાં કેટલી ખાસ બની શકે છે. પરંતુ ભારતીયો માટે આ થેલી બાળપણની યાદોનો ભાગ છે, જે મમ્મી-પપ્પા સાથે કિરાણાની દુકાનેથી પાછા ફરવાની ખુશીઓને તાજી કરે છે.
આ પણ વાંચોઃ ગોવામાં બની રહ્યો છે ‘એફિલ ટાવર’, આજથી નિર્માણ કામ શરૂ; ગડકરીનું જોરદાર પ્લાનિંગ
આ પણ વાંચોઃ આખો વિસ્તાર એલન મસ્કથી છે પરેશાન: કંટાળી ગયેલા લોકોએ કહ્યું- અમને આવો પાડોશી નથી જોઈતો
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












