ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકી પ્રમુખની સુરક્ષામાં ચૂક, ઘરની આસપાસ ઉડ્યું શંકાસ્પદ વિમાન

  • જો બાઈડનના ડેલાવેર નિવાસસ્થાન પરથી ઉડ્યું સિવિલિયન પ્લેન
  • ફાઈટર જેટ્સ દ્વારા ઉડાન ભરીને સિવિલિયન પ્લેનને રોકવામાં આવ્યું

ડેલાવેર : અમેરિકી પ્રમુખ જો બાઈડનના નિવાસસ્થાન પર શનિવારે એક શંકાસ્પદ વિમાન જોવા મળ્યું હતું. રાષ્ટ્રપતિના નિવાસસ્થાન નજીક શંકાસ્પદ વિમાન દેખાતાની સાથે જ અમેરિકાના ફાઈટર જેટ્સ દ્વારા કોઈપણ ખતરાને પહોંચી વળવા માટે તરત જ ઉડાન ભરવામાં આવી હતી પરંતુ મળેલ માહિતી મુજબ, શંકાસ્પદ વિમાન સિવિલિયન પ્લેન હતું અને ભૂલથી પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું. બાદમાં આ સિવિલિયન પ્લેનને નજીકના એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. જો વધુ વિલંબ થયો હોત તો મોટી દુર્ઘટનાની સંભાવના હતી.

પ્રમુખ જો બાઈડન ઘટના સમયે ઘરે હતા હાજર

યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસના કોમ્યુનિકેશન્સ ચીફ એન્થોની ગુગલીએલ્મીના જણાવ્યા અનુસાર, સિવિલિયન વિમાન શનિવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 2 વાગ્યા પછી વિલ્મિંગ્ટનની ઉત્તરે પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું. ફાઈટર એરક્રાફ્ટની મદદથી આ સિવિલિયન વિમાનને સાવચેતીના પગલા તરીકે રોકી દેવામાં આવ્યું હતું અને નજીકના એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.

 

અહેવાલો મુજબ, એન્થોની ગુગલીએલ્મી જણાવ્યું હતું કે, વિમાન રાષ્ટ્રપતિના નિવાસસ્થાન નજીકના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું કે તરત જ ફાઈટર જેટ્સે સાવચેતીના ભાગરૂપે તરત જ ઉડાન ભરી, પરંતુ ટૂંક સમયમાં જ સિવિલિયન વિમાન પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાંથી બહાર નીકળી ગયું અને એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું હતું. ઘટના સમયે જો બાઈડન ઘરે હાજર હતા. જોકે, આ ઘટનાથી અમેરિકી પ્રમુખની હિલચાલ પર કોઈ અસર થઈ નથી. હાલ અમેરિકાની સિક્રેટ સર્વિસ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

આ પણ જુઓ :અમેરિકામાં ગોળીબાર કરીને 18 લોકોની હત્યા કરનાર વ્યક્તિનો મૃતદેહ મળ્યો

Back to top button