ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરેન્દ્રનગરમાં 1500 કરોડના કૌભાંડી ચંદ્રસિંહ મોરીને સાબરમતી જેલમાં મોકલાયો

સુરેન્દ્રનગર, 02 જાન્યુઆરી 2026: સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના પગ તળે મોટો રેલો આવ્યો છે. ચંદ્રસિહ મોરીને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. મોરીના આઠ દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. જે બાદ તેને સાબરમતી જેલમાં મોકલવાનો હુકમ કરાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં બિનખેતી (NA) જમીન રૂપાંતરણમાં આશરે ૧૫૦૦ કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ અને ફરિયાદના આધારે ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો (ACB)એ જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ (PA) જયરાજસિંહ ઝાલા વિરુદ્ધ લાંચ-રુશ્વત અને અપ્રમાણસર મિલકતનો ગુનો ૨૩ ડિસેમ્બરે નોંધ્યો છે.

૨૩ ડિસેમ્બરે EDએ કલેક્ટરના બંગલા સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી, જે લાંચની રકમ હોવાનું માનવામાં આવે છે.

EDએ ચંદ્રસિંહ મોરીને ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 1 જાન્યુઆરી ૨૦૨૬ સુધી રિમાન્ડ મંજૂર થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીના કરોડોના કથિત જમીન એન.એ કૌભાંડ અને ભ્રષ્ટાચારના ચકચારભર્યા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) દ્વારા પકડાયેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના આઠ દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. જયાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજુ = કે.એમ.સોજીત્રાએ આરોપી ચંદ્રસિંહ મોરીને સાબરમતી જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો.

Back to top button