ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરત: પુણાગામ પોલીસ સ્ટેશનની પાછળ વેચાઈ રહ્યો છે દારૂ; AAP એ કરી જનતા રેડ

Text To Speech

સુરત 29 માર્ચ 2024 ; આમ આદમી પાર્ટીના સુરત સંગઠનના નેતાઓ તથા કાર્યકર્તાઓએ સુરતના પુણાગામ ખાતે દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયા, ધર્મેશ ભંડેરી, મહેશભાઇ, કુંદનબેન અને વિપુલભાઈ સહિત અનેક નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને પોસ્ટરો તેમજ નારા સાથે ગુજરાતમાં ભાજપની સરકારનો વિરોધ દર્શાવ્યો હતો.

ભાજપે અરવિંદ કેજરીવાલને નકલી કેસમાં ફસાવ્યા
આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે પુણાગામ પોલીસ ચોકીની પાછળ જે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, ત્યાં અમે જનતા રેડ કરવા આવ્યા છીએ. એક બાજુ ભાજપના નેતાઓ દિલ્હીના ખોટા કેસોને નેશનલ મીડિયામાં ચગાવી રહ્યા છે અને એક ઈમાનદાર અને શિક્ષિત મુખ્યમંત્રીને નકલી ઉભા કરેલા 100 કરોડના કેસમાં ફસાવીને જેલમાં નાખી દીધા છે. પરંતુ બીજી બાજુ ગુજરાતમાં ખૂણે ખૂણે ભાજપના નેતાઓના રહેમને કારણે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. વિધાનસભામાં ભાજપના મંત્રી કહી ચુક્યા છે કે છેલ્લા બે વર્ષમાં 5,000 કરોડનું ડ્રગ્સ પકડાયું છે અને દારૂનો આંકડો તો આના કરતા હજુ અલગ છે.

ગુજરાતના ખૂણે ખૂણે કરીશુ જનતા રેડ
રાકેશ હીરપરાએ ગુજરાતની તેમજ કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આક્ષેપ જણાવ્યું હતું કે અમે ભાજપના નેતાઓને કહેવા માંગીએ છીએ કે જો તમારામાં તાકાત હોય તો ગુજરાતમાં ચાલતા અસલી દારૂના અડ્ડાઓ પર એક્શન લો. ભાજપ દારૂ વેચતી કંપનીઓ પાસેથી, ગૌ માંસ વેચતી કંપનીઓ પાસેથી અને પાકિસ્તાનની કંપનીઓ પાસેથી ફંડ લે છે. આજે આ દારૂના વેપારીઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની જિંદગી બરબાદ કરી રહ્યા છે. હાલ અમે ફક્ત શરૂઆત કરી છે અને આવનારા સમયમાં ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરીશું.

આ પણ વાંચો: ક્ષત્રિયોઓની ચીમકીઃ ભાજપ રૂપાલાને નહીં બદલે તો વિરોધમાં મતદાન થશે

Back to top button