ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાં BLO કર્મચારીના મોતને લઈ મોટો ખુલાસો: કામનું ભારણ નહીં પણ ગેસ ગીઝરના ગૂંગળામણથી મોત થયું

સુરત, 26 નવેમ્બર 2025: સુરતમાં મનપામાં કામ કરતા એક BLO કર્મચારીના મોતને લઈને હવે મોટો ખુલાસો થયો છે. પહેલા એવું કહેવાતું હતું આ કર્મચારીનું મોત કામના ભારણના કારણે હાર્ટ એટેક આવતા થયું હતું જો કે હવે મોટો ખુલાસો થતાં એવું સામે આવ્યું છે કે તેમનું મોત ગેસ ગીઝરના ગૂંગળામણમાં થયું છે. પેનલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં આ વાતનો ખુલાસો થયો છે. 

ઓલપાડના માસમા ગામે મહિલા BLO કર્મચારીનું ઘરમાં શંકાસ્પદ મોત થયું હતું. આ મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં કાર્બન મોનોક્સાઈડ ગેસના પગલે શ્વાસ રુંઘાતા મોત થયું હોવાની વાત બહાર આવી હતી.

સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા

આ મહિલા BLOની કામગીરી કરી રહી હતી. સોમવારે તે ઘરના બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી તેને બહાર કાઢી તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટના બાદ તેના મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઓલપાડ પોલીસ દ્વારા મંગળવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક તારણ મુજબ ગેસ ગીઝરમાંથી થયેલા કાર્બન મોનોકસાઈડના ગળતરને કારણે મોત થયાનું શક્યતા તબીબોએ વ્યક્ત કરી હતી. જોકે મોતની સ્પષ્ટતા માટે વિવિધ સેમ્પલ લઈને FSLમાં મોકલાયા છે. જેના રીપોર્ટ બાદ મોતનું કારણ સામે આવશે.

આ પણ વાંચો: જાનૈયા ભરેલી કાર તળાવમાં ખાબકી, 7 જાનૈયાના મોત

Back to top button