ટ્રેન્ડિંગમનોરંજન

વિરોધ વચ્ચે સની દેઓલે ફવાદ ખાનનો સપોર્ટ કર્યો, પાકિસ્તાની અભિનેતાના કમબેક વિશે શું કહ્યું?

  • પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન ઘણા વર્ષ બાદ કમબેક કરી રહ્યો છે. ઘણા લોકો તેનો વિરોધ કરે છે, પરંતુ અભિનેતા સની દેઓલે ફવાદને ટેકો આપ્યો છે

HD ન્યુઝ ડેસ્કઃ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન Fawad Khan લગભગ 9 વર્ષ પછી ફરી એકવાર બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહ્યો છે. આ વાત સાંભળીને અનેક લોકોને તકલીફ થઈ છે. ઘણા લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે, પરંતુ ‘જાટ’ ના અભિનેતા સની દેઓલે ફવાદને ટેકો Sunny Deol supported Fawad Khan આપ્યો છે. ફવાદ ખાનના બોલિવૂડમાં કમ બેક અંગે સનીએ કહ્યું કે તે એક કલાકાર છે અને તેણે દુનિયાભરના લોકો માટે કામ કરવું પડશે.

મીડિયા સાથેની વાતચીતમાં, જ્યારે સની દેઓલને ખુલ્લેઆમ પૂછવામાં આવ્યું કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન ફિલ્મ અબીર ગુલાલથી વાપસી કરી રહ્યા છે, ત્યારે સનીએ કહ્યું કે હું તેના રાજકીય પાસામાં જવા માંગતો નથી, કારણ કે ત્યાંથી જ વસ્તુઓ ખરાબ થવા લાગે છે. અમે કલાકારો છીએ, અમે દુનિયાભરના પ્રેક્ષકો માટે કામ કરીએ છીએ. લોકો અમને જોઈ રહ્યા હોય કે ન જોઈ રહ્યા હોય, અમે બધા માટે પર્ફોર્મ કરીએ છીએ. દુનિયા જે રીતે છે, આપણે પણ વૈશ્વિક રહેવું જોઈએ અને શક્ય તેટલા વધુ પ્રેક્ષકોનું સ્વાગત કરવું જોઈએ.

વિરોધ વચ્ચે સની દેઓલે ફવાદ ખાનનો સપોર્ટ કર્યો,  પાકિસ્તાની અભિનેતાના કમબેક વિશે શું કહ્યું? hum dekhenge news

ઉલ્લેખનીય છે કે ફવાદ ખાન આગામી ફિલ્મ અબીર ગુલાલામાં જોવા મળશે. તેની સાથે વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 9 મે 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન રાજ ઠાકરેની પાર્ટીની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ આ ફિલ્મની રિલીઝનો વિરોધ કર્યો છે. 2016 માં રાજકીય વિવાદ બાદ પાકિસ્તાની કલાકારોને ભારતમાં ફિલ્મો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે 2023માં બોમ્બે હાઈકોર્ટે સત્તાવાર પ્રતિબંધની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ કૈટરિના કૈફની સાદગી પર ફિદા થશો, ડ્રેસની કિંમત જાણીને ચોંકશો

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button